Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, August 23
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આગામી બુધ કે ગુરૂવારના દિવસે જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

    આગામી બુધ કે ગુરૂવારના દિવસે જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

    City Today DailyBy City Today DailyJanuary 19, 2025

    ગાંધીનગર, તા.૧૯
    ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અટકેલી પાલિકા અને પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. રિપોર્ટ છે કે, આગામી બુધ કે ગુરૂવારના દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ શકે છે. જ્યારે ૧૩ કે ૧૪ ફેબ્રુઆરીના રોજ મતદાન અને ૧૬ ફેબ્રુઆરીના દિવસે પરિણામોની આવવાની શક્યતાઓ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મહત્વનું અપડેટ સામે આવ્યુ છે. માહિતી પ્રમાણે, પાલિકા અને પંચાયતો પર લાંબા સમયથી લંબાઇ રહેલી ચૂંટણીઓ આવતાં સપ્તાહે જાહેર થઇ શકે છે. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરી શકે છે.
    આ માટે મતદાન ૧૩ કે ૧૪ ફેબ્રુઆરીએ અને ૧૬ ફેબ્રુઆરીએ મતગણતરી થઇ શકે છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧૯ ફેબ્રુઆરીએ શરૂ થવા જઇ રહ્યું છે, તે પહેલાં આ ચૂંટણી પ્રક્રિયા આટોપી લેવાય તેવી શક્યતા છે. આ માટેનું જાહેરનામું જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં બહાર પડવાનું હોવાથી ફોર્મ ભરવાથી માંડીને મતદાન સુધીમાં ઉમેદવારોને પ્રચાર માટે માંડ દસેક દિવસનો સમય મળશે.
    માહિતી છે કે, આ ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જાેગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી. તે પછી નવેસરથી સીમાંકન અને રોસ્ટર અમલી કરવાનું હોવાથી મુદત વીત્યા બાદ પણ અઢી વર્ષથી આ ચૂંટણીઓ ટળતા વહીવટદાર શાસન લદાયું હતું. જાે કે હવે ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત, ૭૮ નગરપાલિકા બેઠક અને જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત કેટલીક પાલિકા અને પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે. આ અગાઉ બીજી જાન્યુઆરીએ પંચે ચૂંટણીઓ હેઠળ જનારી બેઠકોની યાદી બહાર પાડી હતી. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરાઈ છે.

    Post Views: 754
    આગામી બુધ કે ગુરૂવારના દિવસે જાહેર થઇ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
    Previous Articleગાઝામાં યુદ્ધ વિરામ લાગુ હમાસે આપી બંધકોની યાદી
    Next Article RBIની નવી ગાઈડલાઈન કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.