Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરાઇ, ૧૬ ફેબ્રુઆરીએ નગરપાલીકાની ચૂંટણી

    ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરાઇ, ૧૬ ફેબ્રુઆરીએ નગરપાલીકાની ચૂંટણી

    City Today DailyBy City Today DailyJanuary 21, 2025

    અમદાવાદ,તા.૨૧
    ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૭ જાન્યુઆરી ૨૦૨૫એ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રક ૧ ફેબ્રુઆરીથી ભરવામાં આવશે, અને ૩ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. હવે, ૧૬ ફેબ્રુરીએ મતદાન કરવામાં આવશે, અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫એ મતગણતરી થશે. આ ચુંટણીમાં ૨૭% ઓબીસી અનામતનો અમલ કરવામાં આવશે. આ ચૂંટણી ૧ મનપા, ૬૬ નગરપાલિકાઓ અને ૩ તાલુકા પંચાયતો માટે યોજાશે, જેમાં કુલ ૨૧૭૮ બેઠકો પર મતદાન થશે.
    અમદાવાદની બાવળા, સાણંદ, ધંધુકા પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થશે.
    ઉપરાંત ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, આણંદની આંકલાવ, બોરિયાવી, ઓડ, મહિસાગરની લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, પાટણની હારીજ, ચાણસ્મા, રાધનપુર, મહેસાણાની ખેરાલુ, વડનગર, બનાસકાંઠાની ધાનેરા, વડોદરાની કરજણ, છોટાઉદેપુર, દાહોદની ઝાલોદ અને દેવગઢ બારિયા,પંચમહાલની કાલોલ, હાલોલ, નવસારીની બિલીમોરા, વલસાડ, પારડી, ધરમપુર, જામનગરની જામજાેધપુર, ધ્રોલ, કાલાવડ, દ્વારકાની સલાયા, દ્વારકા, ભાણવડ પાલિકાની યોજાશે.
    ઉપરાંત જૂનાગઢની બાંટવા, વિસાવદર, માણાવદર, વંથલી પાલિકાની ચૂંટણીની તારીખો આજે જાહેર કરાશે.
    જૂનાગઢની માંગરોળ, ચોરવાડ, ગીર સોમનાથના કોડીનાર, કચ્છની રાપર, ભચાઉ પાલિકાની ચૂંટણીની તારીખ આજે જાહેર થશે. અમરેલીની લાઠી, ચલાલા, જાફરાબાદ, રાજુલા પાલિકાની ચૂંટણી જાહેર થશે. ભાવનગરની સિહોર, ગારિયાધાર, તળાજા પાલિકાની ચૂંટણી યોજાશે. તદપરાંત રાજકોટની જસદણ, ભાયાવદર, જેતપુર, ઉપલેટા, ધોરાજી પાલિકાની પણ ચૂંટણી યોજાશે. મોરબીની હળવદ પાલિકાની પણ ચૂંટણી યોજાશે, પોરબંદરની કુતિયાણા, રાણાવાવ પાલિકા ઉપરાંત બોટાદ, મોરબીની વાંકાનેર પાલિકાની પેટાચૂંટણી યોજાશે, કુલ ૬૯ પાલિકા અને ૧ મહાનગર પાલિકની ચૂંટણીની ટાઇમ ટેબલ આજે જાહેર થયું છે.

    Post Views: 485
    ૧૬ ફેબ્રુઆરીએ નગરપાલીકાની ચૂંટણી ગુજરાતમાં લોકલ સ્વરાજ્યની ચૂંટણી માટેની જાહેરાત કરાઇ
    Previous Articleજેલમાં બંધ તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જાેઈએ : સુપ્રીમ કોર્ટ
    Next Article પયગંબર સાહેબનો અપમાન કરતા ઈરાની સિંગરને મૃત્યુદંડની સજા

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.