Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું , Poor Lady

    સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું , Poor Lady

    City Today DailyBy City Today DailyJanuary 31, 2025

    નવી દિલ્હી, તા.૩૧
    સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત ગૃહને સંબોધિત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૫૯ મિનિટના પોતાના આ સંબોધનમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.
    જાેકે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આ સંબોધન વિપક્ષને પસંદ ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાષ્ટ્રપતિના સંબોધન પર કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક એવી ટિપ્પણી કરી, જેના કારણે ભારે વિવાદ સર્જાઈ શકે છે.
    સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો ત્યારે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને ‘Poor Lady’ એટલે કે બીચારી મહિલા કહ્યા હતા. તેમણે કહ્યું કે, ‘સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઘણા થાકી ગયા હતા. તેઓ માંડ માંડ બોલી શકતા હતા.’
    ગૃહમાંથી બહાર નીકળતી વખતે સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કેટલા કોંગ્રેસના નેતાઓ હાજર હતા. આ દરમિયાન તેઓ કોઈ મુદ્દા પર વાત કરી રહ્યા હતી અને હસી રહ્યા હતા. જ્યારે તેમને પત્રકારોએ પૂછ્યું કે રાષ્ટ્રપતિના સંબોધન પર તમારી પ્રતિક્રિયા શું છે? ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક કહ્યું હતું. આ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ખૂબ જ થાકી ગયા હતા. છેલ્લે તેઓ માંડ માંડ બોલી શકતા હતા. બીચારી મહિલા.’
    આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે બજેટ સત્ર પહેલા સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા. આ સંબોધન દરમિયાન તેમણે સરકારની ઉપલબ્ધિઓ (સિદ્ધિઓ) ગણાવી હતી. પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ‘સબકા સાથ, સબકા વિકાસ’ નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મારી સરકારનો મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
    રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી સરકાર આગળ વધી રહી છે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં વિકાસનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ એક-એક કરીને સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.

    Post Views: 361
    Poor Lady સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું
    Previous Articleમહાકુંભમાં ફરી એક અકસ્માત, પોન્ટૂન બ્રિજ તૂટ્‌યો, ઘણા શ્રદ્ધાળુઓ દટાયા
    Next Article બેવડી ઋતુથી રોગચાળો વકર્યો, ૨ વર્ષના બાળકનું ન્યુમોનિયાથી સારવાર દરમિયાન મોત

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.