Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના, ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ

    ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના, ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ

    City Today DailyBy City Today DailyFebruary 3, 2025

    ગુજરાત,તા.૩
    ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પેપર ફોડવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરાયો છે.  એનએસયુઆઇ દ્વારા બીકોમ (ઈંગ્લિશ મીડિયમ) સેમ-૧નું અંગ્રેજી માધ્યમનું એકાઉન્ટનું પેપર ફૂટ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ગાંધીનગરનાં એક વિદ્યાર્થી દ્વારા ૩૦૦ રૂપિયામાં પેપર વેચવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. જેની ચેટ અને ઓડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
    એનએસયુઆઇ એ પેપર ખરીદ-વેચાણ માટે વિદ્યાર્થીઓના બનાવેલા વોટ્‌સએપ ગ્રુપની ચેટ જાહેર કરી છે. જેમાં વિદ્યાર્થી દ્વારા પેપર વેચવાનો દાવો કરાઈ રહ્યો છે. જે મામલે ઝડપી તપાસની પણ માગ કરાઈ છે. વાયરલ ચેટમાં એક વિદ્યાર્થી અન્યને ઓફર કરી રહ્યો છે કે, જાે પેપર પ્રમાણે ન પૂછાય તો પૈસા પરત. ૧૦૦ વિદ્યાર્થીઓ એકઠા થઈને ૩૦૦-૩૦૦ રૂપિયા આપે તો એક પેપર આપવાની વિદ્યાર્થી ઓફર કરી રહ્યો છે. આ પેપર એક વિદ્યાર્થી દીઠ ૩૦૦ રૂપિયામાં આપવાનું હતું. ૧૦૦ વિદ્યાર્થીઓ થાય તો જ પેપર આપવાનું હતું એટલે કે કુલ ૩૦ હજારમાં પેપર વેચવાનું હતું પરંતુ ૬૦ લોકોએ જ પૈસા આપતા ૧૮ હજાર રૂપિયા લીધા હતા. પ્રથમ પેપર માટે ૩૦ હજાર ત્યારબાદ બીજા પેપર માટે ડબલ પૈસા થશે તેવી વાતચીત પણ કરી હતી.
    આ મામલે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે નીરજા ગુપ્તા જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળશે તો અમે કાર્યવાહી કરીશું.

    Post Views: 301
    ગુજરાત યુનિવર્સિટીનું પેપર લીક કરીને વેચવાનો પ્રયાસ ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના
    Previous Articleજમીન દલાલોની માફક રાજકરણમાં પણ દલાલો થઈ ગયા છે, પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના રાજકીય નિવેદનથી હંગામો મચ્યો
    Next Article બલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.