- બલેશ્વર ગામના સરપંચ તલાટી સહિતના ઉચ્ચ હોદ્દેદારો આવ્યા શંકાના દાયરામાં?
(સિટી ટુડે) સુરત,તા.૦૩
૧૪મી જાન્યુઆરીના રોજ બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંંથી શંકાસ્પદ રીતે રઉજી લાડ નામના ઇસમની લાશ મળ્યા બાદ પોલીસ ફરીયાદ કે પીએમ ન કરવામાં આવતા અનેક શંકાઓએ સ્થાન લીધું હતું. ત્યારબાદ આ મામલામાં રઉજી લાડની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં કઇ રીતે આવી કે પછી રઉજી લાડ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ મૃત્યુ પામ્યા જે અંગેની તપાસ ન કરવામાં આવતા ઉચ્ચકક્ષાએથી તપાસનો આદેશ આવ્યો હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. જીલ્લા પોલીસ વડા દ્વારા આ મામલામાં તાત્કાલીક તપાસ ન કરતા આ મામલો હવે રાજનેતીક ટુલ પકડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ મામલામાં વહેલી તકે તપાસ શરૂ કરવામાં ન આવશે તો અન્ય રાજનેતીક તથા સામાજીક આગેવાનો આગળ આવી તપાસની માંગ કરે તેવી પણ ચર્ચાએ જાેર પકડ્યું છે.