(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
આખાબોલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. જાહેર મંચ પરથી ફરી એકવાર નીતિન પટેલે એવું નિવેદન આપ્યું છે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.વેગવંતી થઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાનાં ડરણ ગામે જીવરામ નૂતન વિદ્યાલયમાં કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. ભાજપનાં નામે ઘણાં લોકો દલાલી કરી રહ્યા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લે છે. ભાજપનાં નામે તો આ બધાય કરોડપતિ થઈ ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વાર જાહેરમાં વિરોધીઓ પર શબ્દ બાણ છોડ્યા હતાં. નીતિન પટેલે રાજકારણની વાત કરતા કરતાં મોટી વાત કહી હતી. તેમણે કહ્યું કે, રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખ રાખવાની. હું ભાજપનો કાર્યકર છું, ભાજપનો હોદ્દેદાર છું અને નેતા છું… કહીં ઓળખાણ રાખે છે. ઓળખાણ આપે એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે. ભાજપ સરકારે મોટા અને લોકોને સુખી કર્યા છે.
નીતિન પટેલે બિન્દાસ પણે કહ્યું કે, આ બધું જમીનોની દલાલીથી નથી થયું. કડદા કરી લોકોનું કરી નાંખીને નથી થયું. આ પ્રજાના પ્રેમથી કામ થાય છે. પ્રજાના પ્રેમથી જેને મળે એ જ સાચો નેતા કહેવાય. હોદ્દો મળે એને નેતા ના કહેવાય. હોદ્દો તો અનામતના કારણે મળે, બીજા કારણે મળે. હોદ્દો મળવો મોટી વાત નથી, સફળ બનાવવું એ મહત્વનું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી ભાજપમાં ઘમસાણ સર્જાયું છે.
- નીતિન પટેલે દિલની વાત કરી, સ્કૂટર લઈને ફરનારા આજે BMW લઈને ફરતા થયાં છે
(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના દિલની વાત કરી છે. એમની એ વાત સાચી છે કે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બનીને લાભ લઈ રહ્યા છે. જે લોકો સ્કૂટર લઈને ફરતા હતા એ લોકો આજે મોંઘી કાર લઈને ફરતા થઈ ગયા. ભાજપ સત્તામાં છે એટલા માટે અધિકારીઓને ડરાવી ધમકાવીને આ લોકો પોતાના કામ કરાવી લે છે તેવો આક્ષેપ આપ પ્રદેશ પ્રમૂખ ઈસુદાન ગઢવી એ કર્યો છે.
આ જમીનના દલાલો ગુજરાત રાજ્યના દલાલો બની ગયા છે. અધિકારીઓને ડરાવી ધમકાવીને ભાજપના હોદ્દદારો ગુજરાતને લૂંટવાનું કામ કરી રહ્યા છે. નીતિનભાઈએ સાચી વાત કરી કે ભાજપમાં જે લોકો છે તે લોકો લાભાર્થીઓ છે અને તે લોકોને ગુજરાતના લોકોની કે દેશના લોકોની કોઈ ચિંતા નથી. આવા લોકો પોતાના ઘર ભરવા માટે સત્તામાં રહીને અધિકારીઓ પાસે ખોટા કામ કરાવે છે અને દલાલીઓ કરીને અને દલાલીઓ ખાઈને મોટા થયા છે. અમારી માંગ છે કે જે ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે તેને ભાજપ સરકાર બંધ કરાવે.