Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?

    ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?

    City Today DailyBy City Today DailyFebruary 6, 2025

    નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને રાખવામાં આવે છે ઃ જયશંકર
    નવી દિલ્હી, તા.૬
    અમેરિકાથી ભારતીયોની વાપસી અંગે સંસદમાં મચેલી બબાલને શાંત કરવા માટે વિદેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આ તમામ ભારતીયોને કેમ અમેરિકી વાયુસેનાના વિમાનમાં હાથ પગ બાંધીને બેસાડવામાં આવ્યા હતા? એસ જયશંકરે જણાવ્યું કે આ તમામ દેશોની જવાબદારી છે કે જાે તેમના નાગરિક વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા મળી આવે તો તેમને પાછા લઈ લેવા જાેઈએ. એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમેરિકામાં લોકોને પાછા મોકલવાની (ડિપોર્ટ કરવાનું) પ્રક્રિયા ત્યાંની ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ  ઓથોરિટી કરે છે.
    ભારતીયોને સાંકળથી હાથ પગ બાંધવા અંગે મચેલા વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે, ૨૦૧૨થી લાગૂ એક નિયમ મુજબ જ્યારે લોકોને વિમાનથી પાછા મોકલવામાં આવે છે ત્યારે તેમને સુરક્ષા માટે બાંધીને (રિસ્ટ્રેન) રાખવામાં આવે છે. પરંતુ  એ અમને જણાવ્યું છે કે મહિલાઓ અને બાળકો આ પ્રક્રિયાથી મુક્ત હોય છે.
    એટલે કે તેમને બાંધવામાં આવતા નથી. જાે કે એસ જયશંકરે વધુમાં કહ્યું કે અમે અમેરિકી સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે પાછા ફરનારા લોકો સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. અમેરિકાથી ભારત પાછા લાવવામાં આવેલા ૧૦૪ ભારતીયો મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં કહ્યું કે ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનો આ મામલો કોઈ નવો નથી. અમેરિકી નિયમો મુજબ આ રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ કહ્યું કે ડિપોર્ટેશનનો નિયમ કોઈ નવો નથી. અનેક વર્ષોથી આવું થાય છે. ૨૦૧૨થી જ આ નિયમ લાગૂ છે. દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે. તેમણે ૨૦૦૯થી અત્યાર સુધીના આંકડા પણ ગણાવ્યા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદે અપ્રવાસીઓને પાછા મોકલવામાં આવે છે. અમેરિકા ડિપોર્ટેશનનું કામ વિભાગ હેઠળ કરે છે. આ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ૨૦૧૨થી જ પ્રભાવી છે. લીગલ મોબિલિટીને પ્રોત્સાહન આપવું અને ગેરકાયદેસર રીતે વિદેશ જતા લોકોને રોકવા એ અમારી સામૂહિક જવાબદારી છે.

    Post Views: 492
    ભારતીયોને પ્લેનમાં સાંકળથી બાંધીને કેમ મોકલ્યા?
    Previous Articleરાંદેરની સૌથી જૂની સંસ્થાના સેક્રેટરીએ કૌભાંડ આચર્યું?
    Next Article ટ્રમ્પ અને મોદી ખૂબ સારા મિત્રો છે તો પછી પીએમ મોદીએ આવું કેમ થવા દીધું

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.