(સિટી ટુડે) સુરત,તા.૦૬
રાંદેરની સૌ થી જૂની સંસ્થા ના સેક્રેટરી વર્ષ ૨૦૨૧ માં વ્યાજે પૈસા શોધતા હતા અને ૩ વર્ષ ના સમય માં અંદાજે ૨ થી ૨.૫ કરોડ નો બંગલો બનાવી દીધો. સેક્રેટરી નો કૌભાંડો ટૂંક સમય માં બહાર આવશે? સૂત્ર થી મળતી માહિતી મુજબ પિતા પુત્ર અમેરિકા માં રમઝાન માસ માં સંસ્થા ના નામે કરોડો રૂપિયા ઉઘરાણી કરી. શુ આ કરોડો રૂપિયા હવાલા દ્વારા પૈસા ભારત માં મોકલવામાં આવ્યા એ તપાસ નો વિષય બન્યો છે.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો શંકાસ્પદ ગતિવિધિ અંદાજિત ૩ કરોડ રૂપિયા ની મનીલોન્ડ્રિંગ નો કિસ્સો બહાર આવશે? હાલ વકફ ના નોટિસ અનુસાર ૧ મહિના માં જનરલ મીટિંગ આપવાનો આદેશ ને સેક્રેટરી વકફ બોર્ડ ને વિરુદ્ધ કોર્ટ માં કેસ કરવામાં આવ્યું.
