Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સરકારની સત્તાવાર જાહેરાત, હજુ ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા

    સરકારની સત્તાવાર જાહેરાત, હજુ ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા

    City Today DailyBy City Today DailyFebruary 7, 2025

    વોશિંગ્ટન, તા.૭
    અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે હાલમાં બુધવારે ડિપોર્ટ કરવામાં આવેલા ૧૦૪ ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. વિદેશ સચિવવિક્રમ મિસ્રીએ નોંધ્યું હતું કે, ડિપોર્ટેશન દરમિયાન નિયંત્રણોનો ઉપયોગ સંબંધિત પ્રક્રિયા મુદ્દે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સહિત યુએસ સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે. ઉલ્લેખનીય છે, ડિપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે.
    ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, અમેરિકાના સત્તાધીશોએ ૪૮૭ ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૧૦૪ ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉટાવવામાં આવશે. અમે અમેરિકાની ઓથોરિટી સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. તેમજ તેમને આ પ્રકારનો દુર્વ્યવહાર ન કરવા અપીલ કરીશું. હાલમાં જ ડિપોર્ટ કરવામાં આવેલા ૧૦૪ ભારતીયોને હાથમાં હથકડી, પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવતાં વિપક્ષે અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચાવ્યો હતો.
    વિદેશ સચિવે ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્‌સ, અને નેટવર્ક્‌સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પર જાેર કર્યું છે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ ૨૦૧૨માં અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશન પર વિરોધ થયો હોવાના સવાલ પર મિસ્રીએ જણાવ્યું કે, અગાઉ ક્યારેય અમેરિકામાંથી ડિપોર્ટેશન બાદ દેખાવો કે વિરોધ નોંધાયા હોવાના અહેવાલો નથી.

    Post Views: 606
    સરકારની સત્તાવાર જાહેરાત હજુ ૪૮૭ ભારતીયોને ડિપોર્ટ કરશે અમેરિકા
    Previous Articleમહાકુંભમાં સેક્ટર-૧૮માં આગ
    Next Article પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.