Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ દિલ્હીમાં aap થી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો

    રાહુલ ગાંધીએ કોંગ્રેસને આપ્યો ટાર્ગેટ દિલ્હીમાં aap થી હિસાબ બરાબર, હવે બંગાળનો વારો

    City Today DailyBy City Today DailyFebruary 9, 2025

    દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર : તૃણમૂલ કોંગ્રેસ સાથે મુકાબલો કરવા તૈયાર
    નવી દિલ્હી, તા.૯
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની રાજકીય સફર પર નીકળી પડ્યાં છે. દિલ્હી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની નજર હવે પશ્ચિમ બંગાળ પર છે.
    પાર્ટી ત્યાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC)  સાથે મુકાબલો કરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીએ ૨૦૦૪માં સક્રિય રાજકારણમાં પગ મૂક્યો હતો અને તેઓએ યુવા બાબતોના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારે તેઓએ ‘એકલા ચાલો રે…’ સિદ્ધાંત પર વિશ્વાસ કર્યો હતો, એટલે પાર્ટીને એકલાં જ ઊભા રહેવું પડશે. આ સિદ્ધાંત સોનિયા ગાંધીના નેતૃત્વમાં બનેલાં INDIA ગઠબંધનથી એકદમ અલગ હતો. જાેકે, આ કોંગ્રેસ માટે ગઠબંધન રાજકારણનો એક પ્રયોગ હતો. રાહુલ ગાંધીએ હંમેશા એવું માન્યું હતું કે, પાર્ટી ત્યારે જ આગળ વધી શકે છે,
    જ્યારે તે એકલી ચૂંટણી લડે.રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના નેતાઓને હંમેશા એવું કહ્યું હતું કે, એકલાં ઊભા રહેવાથી લાંબા સમયે ફાયદો થશે. ભલે જ ચૂંટણી હારી જઈએ. પરંતુ, અનેક ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવાની ઈચ્છાથી તેઓએ ગઠબંધનની રાજનીતિનો સ્વીકાર કરવો પડ્યો.
    નોંધનીય છે કે, ૨૦૨૪માં લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીને એવી અનુભૂતિ થઈ કે, એકબાજુ  INDIA ગઠબંધનની અન્ય પાર્ટી મજબૂત થઈ રહી છે, બીજીબાજુ કોંગ્રેસ નબળી પડી રહી છે. સીધા મુકાબલામાં ભાજપ સામે કોંગ્રેસનું જીતવું શક્ય નથી લાગી રહ્યું. હરિયાણા અને મહારાષ્ટ્રમાં હાર બાદ રાહુલ ગાંધીએ વિચાર કર્યો કે, હવે કોંગ્રેસને એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપવી પડશે.
    દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં aap  ની હાર બાદ અને સમાજવાદી પાર્ટી તથા આમ આદમી પાર્ટીએ નેશનલ કોન્ફરન્સદ્વારા કોંગ્રેસ પર આરોપ લગાવ્યા બાદ કોંગ્રેસે પણ પોતાની વ્યૂહનીતિમાં બદલાવ કર્યો છે. હવે પશ્ચિમ બંગાળમાં tmc  ને ચુનોતી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે.
    અહીં મમતા બેનર્જીની પાર્ટીએ કોંગ્રેસને વારંવાર ઇગ્નોર કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી સંસદ સત્ર સમાપ્ત થયા બાદ બંગાળની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. બંગાળામાં રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે સમય વિાવશે અને તેમને આશ્વાસન આપશે કે,
    લડાઈ હજુ શરૂ છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સ્તરે સહયોગી સામે સંઘર્ષનો અર્થ રાષ્ટ્રીય સ્તર પર ગઠબંધન ખતમ કરવું નથી. પરંતુ, આ ફક્ત પાર્ટીની મહત્ત્વકાંક્ષાનો ભાગ છે. જે તેમના અન્ય સહયોગી સરળતાથી પચાવી નથી શકતાં.
    રાહુલ ગાંધીના આ વિચારને સ્વીકાર કર્યો છે કે, જાે કોંગ્રેસે દરેક રાજ્યમાં હાર માની લીધી તો, તેની અસર રાષ્ટ્રીય સ્તર પર અસર પડશે અને ભાજપ સામે કોંગ્રેસ એક વિકલ્પ નહીં બની શકે. આ સમયે રાહુલ ગાંધીનું માનવું છે કે, કોંગ્રેસે તમામ રાજ્ય એકમોને એક નવી દિશાની જરૂર છે અને આ જ કારણે તેઓ આવનાર પગલું ભરવાનો ઉદ્દેશ કર્યો છે. નોંધનીય છે કે, બંગાળમાં કોંગ્રેસ પાસે હવે એકપણ સાંસદ નથી.
    કારણ કે, અધીર રંજન ચૌધરી જે મમતા સામે એકલા યોદ્ધા હતાં, તે પણ છેલ્લે ચૂંટણીમાં હારી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધી સંસદ સત્ર સમાપ્ત થયા બાદ બંગાળની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે.
    બંગાળમાં રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરો સાથે સમય વિાવશે અને તેમને આશ્વાસન આપશે કે, લડાઈ હજુ શરૂ છે.

    Post Views: 372
    @KEJRIWALA @RAHULGHANDI
    Previous Articleહજ યાત્રામાં ભીડના કારણે લેવાયો ર્નિણય : સાઉદી અરેબિયાએ ભારત સહિત ૧૪ દેશોના નાગરિકોને અપાતા મલ્ટિપલ વિઝા પર રોક લગાવી
    Next Article એક શખ્સે aap ની હારથી ખુશ થઈને ગધેડાને ભરપેટ ગુલાબજાંબુ ખવડાવ્યાં

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.