સુરત, તા.૧૮
સુરત મહાનગર પાલિકાના વોર્ડ નબર ૧૮માં ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ નો વિજય થયો છે. તેમનો કુલ ૭,૦૮૬ મતોથી વિજય થયો હતો
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ ચલિંબાયત-પર્વત-કુંભારીયા)ની રવિવારે યોજાયેલી પેટા ચૂંટણીની આજ રોજ ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક સાર્વજનિક હાઈસ્કુલ ખાતે મતગણતરી યોજાઈ હતી. આ પેટા ચૂંટણીમાં ૯૩ બુથ પર કુલ ૩૩,૩૩૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર જીતુંભાઈ કાછડનો વિજય થયો હતો. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ ૭,૦૮૬ મતે વિજેતા જાહેર થયા હતા.
ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડને ૧૭૩૫૯ મતો મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ રામાનંદીને ૧૦૨૭૩ મતો મળ્યા હતા જયારે આમ આદમી પાર્ટીના સુરજભાઈ આહીરને ૧૯૧૭ મતો મળ્યા હતા.
જ્યારે ઓલ ઈન્ડિયા મજલીસ-એ- એતીહાદુલ મુસ્લિમીન પક્ષના ઉમેદવાર અબ્દુલરઝાક વજીરશાહ શાહને ૨,૬૧૮ મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવાર અરવિંદકુમાર વલ્લભભાઈ મિસ્ત્રીને ૪૧૬ મત જ્યારે અપક્ષ ઉમેદવાર એજાજ અબ્દુલરહીમ ગરાણાને ૧૮૫ મત મળ્યા હતા.
તેમજ NOTAમાં ૫૬૪ મત નોંધાયા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછડ ૭,૦૮૬ મતે વિજેતા જાહેર થયા હતા.
