Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નોટિસ વગર સરકારે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાંખ્યાનો આક્ષેપ, મસ્જિદના ડીમોલિશન બદલ યુપી સરકારને કન્ટેમ્પ્ટ નોટિસ

    નોટિસ વગર સરકારે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાંખ્યાનો આક્ષેપ, મસ્જિદના ડીમોલિશન બદલ યુપી સરકારને કન્ટેમ્પ્ટ નોટિસ

    City Today DailyBy City Today DailyFebruary 18, 2025

    નવી દિલ્હી, તા.૧૮
    સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારી તંત્ર સામે કન્ટેમ્પ્ટ (કોર્ટની અવમાનના) કાર્યવાહી શા માટે હાથ ન ધરવી તે માટે નોટિસ આપી છે. સ્થાનિક તંત્ર દ્વારા કુશીનગર ખાતે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાખવામાં આવ્યો હતો.
    આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજી પર સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી આર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે કોર્ટના આગામી આદેશ સુધી મસ્જિદ ડીમોલિશનની કાર્યવાહી સ્થગિત કરવાના ર્નિદેશ પણ આપ્યા છે.
    સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ૧૩ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં મિલકતોના ડીમોલિશન માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં કાર્યવાહી હાથ ધરતા પહેલા અસરગ્રસ્ત પક્ષકારને ૧૫ દિવસ પહેલાં નોટિસ આપવા અને તેમની રજૂઆત સાંભળવા સ્થાનિક સત્તામંડળોને ર્નિદેશ અપાયા હતા. ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે તંત્ર દ્વારા કોર્ટની આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હોવાનો દાવો અરજીમાં કરાયો છે.એડવોકેટ અબ્દુલ કાદિર અબ્બાસી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે, જેમાં ૯ ફેબ્રુઆરીના રોજ કુશીનગર ખાતે મદની મસ્જિદનું ડીમોલિશન કરવાની તંત્રની કાર્યવાહીને અન્યાયી ગણાવવામાં આવી છે.
    અરજદાર મસ્જિદ તરફથી રજૂઆત કરાઈ હતી કે, મ્યુનિસિપલ સત્તામંડળની મંજૂરી સાથે ૧૯૯૯માં મસ્જિદ બનાવવામાં આવી હતી. આ મસ્જિદને તોડતા પહેલાં તંત્ર દ્વારા નોટિસ અપાઈ ન હતી. તંત્રનું આ વલણ કુદરતી ન્યાય અને મૂળભૂત અધિકારીના ભંગ સમાન હોવાનો દાવો કરાયો હતો. મસ્જિદના નિર્માણ માટે ૧૯૮૮થી ૨૦૧૩ દરમિયાન ચાર અલગ-અલગ તબક્કામાં જમીન ખરીદવામાં આવી હતી. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સ્થાનિક રાજકારણીએ આ મસ્જિદને સરકારી જમીન પર બનાવાઈ હોવાનો દાવો કરાયો હતો. મસ્જિદ સંકુલના પ્લાનને ૧૯૯૯માં હાતા પંચાયતે મંજૂરી આપી હતી.

    Post Views: 405
    નોટિસ વગર સરકારે મસ્જિદનો કેટલોક ભાગ તોડી નાંખ્યાનો આક્ષેપ મસ્જિદના ડીમોલિશન બદલ યુપી સરકારને કન્ટેમ્પ્ટ નોટિસ
    Previous Articleમુસ્લિમ બિરાદરો માટે મોટો ર્નિણય, રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓને ઓફિસમાંથી ૪ વાગ્યા બાદ મળશે છુટ્ટી
    Next Article ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ૬૮ નગરપાલીકા પૈકી ૬૨ ઉપર ભગવો લહેરાયો, ૧ ટાઈ થઈ, કોંગ્રેસનાં સુપડા સાફ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.