Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વ્હાઈટ હાઉસે શેર કર્યો વીડિયો, હાથકડીઓ પહેરાવી સાંકળોમાં જકડીને મોકલવામાં આવે છે ગેરકાયદે પ્રવાસીઓ

    વ્હાઈટ હાઉસે શેર કર્યો વીડિયો, હાથકડીઓ પહેરાવી સાંકળોમાં જકડીને મોકલવામાં આવે છે ગેરકાયદે પ્રવાસીઓ

    City Today DailyBy City Today DailyFebruary 19, 2025

    વોશિંગ્ટન, તા.૧૯
    અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓને લઈને આકરા પાણીએ છે. ભારત સહિત અનેક દેશોના ગેરકાયદે પ્રવાસીઓને તેમના વતન મોકલી ચૂક્યા છે.
    ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે રહેતા પ્રવાસી ભારતીયોના ત્રણ પ્લેન ભારત મોકલી ચૂક્યા છે. હાથકડીઓમાં બાંધેલા આ ભારતીયોની તસવીરો અને વીડિયોએ ભારે હંગામો મચાવ્યો. આ બધા વચ્ચે હવે વ્હાઈટ હાઉસે હાથકડીમાં જકડેલા ગેરકાયદે પ્રવાસીઓનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. વ્હાઈટ હાઉસના અધિકૃત પેજ પર પોસ્ટ કરાયેલા આ ૪૧ સેકન્ડના વીડિયોમાં જાેઈ શકાય છે કે ડિપોર્ટ કરવામાં આવનારા પ્રવાસીઓને તૈયાર કરાઈ રહ્યા છે. ડિપોર્ટ થનારા પ્રવાસીઓને તૈયાર કરતા પોલીસ અધિકારીઓ જાેઈ શકાય છે. વીડિયોમાં જાેવા મળે છે કે આ અધિકારી પ્રવાસી વ્યક્તિને હાથકડી લગાવી રહ્યા છે. એરપોર્ટ પર હાથકડીઓ અને સાંકળ જાેવા મળે છે.
    આ વીડિયોમાં જાે કે ડિપોર્ટ થનારા વ્યક્તિનો ચહેરો જાેવા મળતો નથી. પરંતુ તેમના હાથ અને પગમાં બેડીઓ લગાવતા જાેઈ શકાય છે. એક અન્ય ક્લિપમાં એક વ્યક્તિ પ્લેનમાં ચડતો જાેવા મળે છે અને તેના પગમાં બેડીઓ છે.
    અત્રે જણાવવાનું કે ગેરકાયદે પ્રવાસીઓને લઈને અમેરિકાથી પહેલું સૈન્ય વિમાન પાંચ ફેબ્રુઆરીના રોજ ભારત પહોંચ્યું હતું. અમેરિકી સી-૧૪૭ પ્લેનથી પહેલો જથ્થો ભારત આવ્યો હતો. આ પ્લેનમાં ૧૦૪ ભારતીયો હતા. આ પ્લેન અમૃતસર લેન્ડ થયું હતું. પ્લેનમાં કુલ ૧૦૪ ભારતીયો હતા જેમાં ૭૯ પુરુષો અને ૨૫ મહિલાઓ હતી.
    અમેરિકાથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકાની બોર્ડર પર પકડવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે ડંકી રૂટ દ્વારા અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી હતી. આ પ્લેનમાં પંજાબના ૩૦, હરિયાણાના ૩૩, ગુજરાતના ૩૩, મહારાષ્ટ્રથી ૩, યુપીથી ૩, ચંડીગઢથી ૨ લોકો હતા.
    ત્યારબાદ બીજુ પ્લેન ૧૨૦ ગેરકાયદે ભારતીય પ્રવાસીઓને લઈને ૧૫ ફેબ્રુઆરીએ મોડી રાતે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. જેમાં ૬૦થી વધુ પંજાબથી અને ૩૦થી વધુ હરિયાણાના હતા. અન્યમાં ગુજરાત, યુપી, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરના લોકો હતા. ત્યારબાદ ત્રીજુ પ્લેન ૧૬ ફેબ્રુઆરીએ અમૃતસર ઉતર્યું હતું. જેમાં ૧૧૨ લોકો હતા. જેમને અમેરિકાથી કાઢી મૂકાયા હતા.

    Post Views: 494
    વ્હાઈટ હાઉસે શેર કર્યો વીડિયો હાથકડીઓ પહેરાવી સાંકળોમાં જકડીને મોકલવામાં આવે છે ગેરકાયદે પ્રવાસીઓ
    Previous Article૭ મહિનાની બાળકી ઉપર દુષ્કર્મ આચરનારા હેવાનને ફાંસીની સજા કરાઇ
    Next Article ૨૦૨૫-૨૬નું અંદાજે ૪૬૯ કરોડનું રેવેન્યુ સરપ્લસ બજેટ રજુ કરાયું

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.