Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો ર્નિણય! હવે બહારના લોકો નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન

    UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો ર્નિણય! હવે બહારના લોકો નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન

    City Today DailyBy City Today DailyFebruary 20, 2025

    દેહરાદૂન, તા.૨૦
    ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો ર્નિણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે.
    સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યના બહારના લોકો દેવભૂમિમાં ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે. ગત દાયકામાં આ રાજ્યમાં ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના અન્ય કામ માટે કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ આ પ્રકારના કાયદાની માંગ ઊભી થઈ હતી.
    વર્ષ ૨૦૧૮માં રાવત સરકારના બનાવવામાં આવેલાં જમીન કાયદાને રદ્દ કરવામાં આવ્યો. રાજ્યના ૧૧ જિલ્લામાં બહારના લોકો ખેતી અને બગાયત માટે જમીન નહીં લઈ શકે, તેમાં હરિદ્વાર અને ઉદમ સિંહ નગરનો સમાવેશ કરાયો નથી. પર્વતીય વિસ્તારોમાં જમીન પર નવા સ્તરે વાત થશે. જિલ્લા મજિસ્ટ્રેટ જમીન ખરીદવા પર મહોર નહીં લગાવી શકે. જમીનના ખરીદ-વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેથી ડેટા વ્યવસ્થિત રહે. પોર્ટલથી એ વિશે પણ જાણ થશે કે, ક્યાંય કોઈ ગડબડ તો નથી થઈ રહી. બહારના લોકોએ જમીન ખરીદવા માટે એફિડેવિટ આપવું પડશે અને હેતું જણાવવો પડશે. જાે કોઈ જમીનનો નિયમ તોડીને ખરીદ-વેચાણ કરવામાં આવશે તો સરકાર તેનો કબ્જાે લઈ શકે છે.
    પર્વતીય વિસ્તાર હોવાના કારણે અહીં ખેતી એટલી સરળ નથી. અમુક જ એવા વિસ્તાર છે, જ્યાં પાક ઉગાડી શકય છે, તે પણ સીઢીદાર ટેક્નિક દ્વારા. એવામાં ફળદ્રુપ જમીન પર હોટેલ બનવાથી રાજ્ય પાસે પાકની કમી થવા લાગી છે.
    રાજ્ય બન્યું ત્યારે અહીં લગભગ ૭.૭૦ લાખ હેક્ટર જમીન ખેતી લાયક હતી અને બે દાયકામાં આ ઘટીને ૫.૬૮ લાખ હેક્ટર રહી ગઈ છે. અનેક ગોટાળા પણ થયાં છે. જેમ કે, ટિહરીમાં ખેડૂતોને મળતી જમીન પર લેન્ડ માફિયાએ ગેરકાયદે રૂપે હોટેલ અને રિઝોર્ટ બનાવી દીધા છે. જંગલોમાં પણ આ ધંધો શરૂ થઈ ગયો છે.
    અલગ રાજ્ય બન્યા બાદ સ્થાનિક લોકોનો વિરોધ જમીન પર દેખાવા લાગ્યો હતો. બહારના રોકાણકારો ઓછી કિંમતે અથવા ગોટાળો કરીને સ્થાનિક લોકોની જમીન હડપી લેતાં.
    ખેતીલાયક જમીન પર કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઈ ગયાં. સ્થાનિક લોકો પાસે ખેતીવાડી તો છીનવાઈ ગઈ ઉપરથી બહારથી સસ્તા મજૂર વર્ગ માટે પોતાના લોકોને લાવીને કામ આપવા લાગ્યાં. જેનાથી સ્થાનિકોમાં રોષ ભભુક્યો હતો.
    ઉત્તરાખંડના લોકોની આશંકા છે કે, આ જ સ્થિતિ રહી તો તેમના જ રાજ્યમાં તેમની સંખ્યા ઘટી જશે. હકીકતમાં અહીં છેલ્લાં થોડા વર્ષોમાં જ બહારના રાજ્યોમાંથી આવતી વસ્તીમાં ચોંકાવનારો વધારો થયો છે.
    ઉત્તરાખંડ એકલોતું એવું રાજ્ય નથી, જ્યાં ખેતી અને બાગાયતની જમીન પર કડક કાયદા બની રહ્યાં છે. મોટાભાગના પર્વતીય રાજ્યોમાં આ નિયમ પહેલાંથી છે. જેમ કે, હિમાચલ પ્રદેશમાં ફક્ત સ્થાનિક અને કાયમી નિવાસી જ ખેતીની જમીન ખરીદી શકે છે. બહારના લોકોને તેના માટે ખાસ મંજૂરી લેવાની હોય છે, જે ખૂબ જ અઘરૂ છે. આ જ પ્રકારે સિક્કિમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ પણ એવા રાજ્ય છે જ્યાં બહારના રાજ્ય જમીન નથી ખરીદી શકતાં. જેથી, ત્યાંના મૂળ નિવાસીઓના હક સુરક્ષિત રહી શકે અને કોઈ કુદરતી સ્ત્રોત પર કબ્જાે ન જમાવે.

    Post Views: 396
    UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો ર્નિણય! હવે બહારના લોકો નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન
    Previous Articleસરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ, ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, વાલીઓનો જીવ તાળવે
    Next Article એકનાથ શિંદેને મળી જાનથી મારી નાંખવાની ધમકી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.