Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » આરોપી પાપ ધોવા મહાકુંભ પહોંચ્યો, પોલીસે ઝડપી પાડ્યો

    આરોપી પાપ ધોવા મહાકુંભ પહોંચ્યો, પોલીસે ઝડપી પાડ્યો

    City Today DailyBy City Today DailyFebruary 21, 2025

    સુરત,તા.૨૧
    હાલ મહાકુંભમાં લોકો પોતાના પાપ ધોવા માટે જઈ રહ્યા છે. ત્યારે સુરતમાં ૩૧ વર્ષ પહેલા ચોરીના ગુનામાં પોલીસથી નાસતો ફરતો આરોપી પણ મહાકુંભમાં પોતાના પાપ ધોવા માટે ગયો હતો.
    આ માહિતી મળતાની સાથે સુરતની રાંદેર પોલીસ આરોપીને શોધી કાઢી તેને કરેલા પાપની સજા આપવા માટે મહાકુંભના મેળામાં ગઈ હતી. જાેકે, આ આરોપી મહાકુંભ બાદ તે દિલ્હી ભાગી ગયો હતો. સુરત પોલીસે આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    આજથી ૩૧ વર્ષ પહેલા એટલે કે, ૧૯૯૫માં રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી રૂ.૫૧,૦૦૦ની ચોરી કરીને નાસી ગયેલો શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ૩૧ વર્ષથી પોલીસથી છુપાતો ફરતો હતો. આખરે, રાંદેર પોલીસને ચોક્કસ બાતમી મળી કે, આરોપી કુંભ મેળામાં પાપ ધોવા ડૂબકી લગાવવા ગયો છે. પોલીસે તરત જ મજબૂત ગેમ પ્લાન બનાવ્યો હતો. પરંતુ આરોપી તેમનાથી એક સ્ટેપ આગળ નીકળી ગયો. આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂત ત્રણ દશકથી પોલીસથી છુપાઈને ફરી રહ્યો હતો. પરંતુ રાંદેર પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી અને તેમના સ્માર્ટ પ્લાનિંગના કારણે આખરે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો, પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી. કેસના તમામ જૂના રેકોર્ડ્‌સ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે, કુંભમેળામાં (પ્રયાગરાજ) શિવ બહાદુર હાજર છે. તે કુંભ મેળામાં નહાવા માટે ગયો હતો. પોલીસની ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાં જઈ તપાસ શરૂ કરી. પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો. આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી. પોલીસ તરત જ તેની પાછળ લાગી. આરોપી કુંભ મેળામાં હોવાની બાતમી રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટ સિંહને મળી હતી. બાતમી મળતા તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ એ ખબર પડી કે તે કુંભથી દિલ્હીના અગ્રવાલ ભવન ખાતે ગયો છે.
    ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત તપાસ દ્વારા આરોપીના હાલના ફોટા અને મોબાઈલ નંબર મળ્યો. પોલીસે સિક્યુરિટી કંપની બનીને આરોપીને વધારે પગારની લાલચ આપી. જ્યારે આરોપી નોકરી માટે મળવા આવ્યો, ત્યારે એકદમ ટ્રેપ ગોઠવી પકડી પાડવામાં આવ્યો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આરોપી છેલ્લા ૩૧ વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને જીવતો હતો. જાેકે આરોપી ક્યાં હતો? શું અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

    Post Views: 290
    આરોપી પાપ ધોવા મહાકુંભ પહોંચ્યો પોલીસે ઝડપી પાડ્યો
    Previous Articleનાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યુ ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ
    Next Article શહેરમાં ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક શ્રમિકનો ભોગ લીધો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.