- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલની મધ્યસ્થતાથી શિયાળુ સત્ર સમયે શ્રી ગ્યાસુદ્દીન શેખ દ્વારા કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ સંસદ અને સુપ્રિમ કોર્ટની કાનૂની લડાઈમાં મદદરુપ થવા સફળ રજૂઆત
- મુસ્લિમ સમાજને તૃષ્ટિકરણ કે વિશેષ દરજ્જો નહીં માત્રને માત્ર સંવૈધાનિક અધિકાર અને ભેદભાવમુક્ત સમાન ન્યાયની ઝંખના
- કોગ્રેસના અધિવેશન અને સીડબલ્યુસી ની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગજીનો દેશની ૧૪૦ કરોડ જનતામાં સમાવિષ્ટ મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારો – ન્યાય બાબતે આહવાન કરવા બદલ આભાર
- સંવિધાનના અધિકારોની રક્ષા માટે વકફ બિલના વિરોધમાં મતદાન કરવા બાબતે કોગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના બહુમતી સમાજના સાંસદોનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો
- નફરત છોડો – ભારત જોડો – યાત્રા આરએસએસ, ભાજપ અને તેની કટ્ટરવાદી ભગિની સંસ્થાઓની નિતીઓ સામે જ હતી તે વાત મુસ્લિમ સમાજ સમક્ષ ભારપૂર્વક મૂકવા રજૂઆત
- વર્શીપ એક્ટ, મોબલીચીગ, હેટસ્પીચ, બાબતે સંસદ દ્વારા બનાવેલ કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવા તેમજ ગૈરસંવૈધાનિક બુલડોઝરના અંકુશ બાબતે નામદાર સુપ્રિમ કોર્ટે જાહેર કરેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરાવવા કોંગ્રેસ પક્ષ સંસદમાં અને સુપ્રિમ કોર્ટમાં મધ્યસ્થતા કરવા સંવૈધાનિક ન્યાયના અમલની માંગણી કરે
- ઔવેશી એક માત્ર મુસ્લિમ સમાજના હિતેચ્છુ છે તેવા જુઠ્ઠાણા દ્વારા કોંગ્રેસ પક્ષને બદનામ કરવાના બદઆશયથી મુસ્લિમ સમાજને ગુમરાહ કરી રહ્યા છે
- ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરી મુસ્લિમ સમાજના નામે આર્થિક રાજકારણ કરતા નિષ્ક્રિય આગેવાનોની બાદબાકી કરો
- કોગ્રેસની વિચારધારા પ્રત્યે વફાદાર આગેવાનોને લઘુમતી સમાજનું સામૂહિક નેતૃત્વ ઉભું કરવા ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર – કચ્છને સમાંતર પ્રતિનિધિત્વ આપો
- સિટી ટુડે અમદાવાદ:૧૬
ગુજરાત કોગ્રેસના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખે નિવેદનમાં જણાવ્યું છે કે,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલજીની મધ્યસ્થતાથી સંસદના શિયાળુ સત્રમાં કોગ્રેસ પક્ષ લઘુમતીઓના સંવૈધાનિક અધિકારોની રક્ષા તેમજ સમાન ન્યાય મળી રહે તે માટે અવાજ બુલંદ કરે તેમજ કોગ્રેસ પક્ષ સુપ્રિમ કોર્ટની કાનૂની લડાઈમાં મદદરુપ થવાની સફળ રજૂઆતને પગલે સીનીયર એડવોકેટ અભિષેક મનુસીંઘવી તેમજ સલમાન ખુરશીદ ને મદદરુપ થવા કોગ્રેસ હાઈકમાન્ડને સફળ રજૂઆત કરતાં કોંગ્રેસ પક્ષના સીનીયર એડવોકેટ સુપ્રિમ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પક્ષ વતી શ્રી પવન ખેડાજીએ જાહેરાત કરી છે કે ગેરસંવૈધાનિક વકફ બિલના કાળા કાયદાને રદ કરાવવા કોંગ્રેસે સુપ્રિમ કોર્ટમાં લડત લડવાની ખાતરી મીડીયા સમક્ષ ઉચ્ચારી હતી. તેના ફળસ્વરુપ કોંગ્રેસ પક્ષ દ્વારા આપેલ ખાતરીનો અમલ કરતા સૌપ્રથમ કોંગ્રેસ પક્ષના બિહારના સાંસદ શ્રી મોહંમદ જાવેદે પ્રસંશનીય રીતે ગેરસંવૈધાનિક વકફ કાળો કાયદો રદ કરવા સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાયર કરી છે.
શ્રી શેખે રાહુલ ગાંધીજી સમક્ષ કો ઓર્ડીનેશન કમિટીમાં વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ગત તા. ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત ટુડેના તંત્રી શ્રી સુહેલ તિરમીજી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના આમંત્રણને માન ગુજરાત ટુડે કાર્યાલય ખાતે પધારેલા ભૂતપૂર્વ વિદેશ મંત્રી શ્રી સલમાન ખુરશીદ, રાજયસભાના સાંસદો શ્રી નાસીર હુસેન, શ્રી ઈમરાન પ્રતાપગઢી, શ્રી મોહંમદ જાવેદ અને શ્રી ઈમરાન મસુદનું રાજયના ૭૦ લાખ મુસ્લિમો વતી “ગુજરાત ટુડે એક્સેલન્સ એવોર્ડ’ દ્વારા સન્માન કરી ભવિષ્યમાં ગુજરાતના યુસીસી સહિતના મુસ્લિમોના પ્રશ્નોને સંસદમાં વાચા આપવાની અપેક્ષા સાથે સન્માન કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૧લી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ રામલીલા મેદાન ખાતે ડો. ઉદિત રાજના દલિત, ઓબીસી, માઈનોરીટી અને આદિવાસી (ડોમા) કાર્યક્રમમાં શ્રી મલ્લિકાર્જુન ખડગેજીને મેં જાહેર મંચ પરથી વિનંતી કરતાં માંગણી કરી હતી કે શ્રી ખડગેજી, શ્રી રાહુલજી અને શ્રીમતી પ્રિયંકાજી મુસ્લિમ સહિત તમામ ધર્મ જાતિના સંવૈધાનિક અધિકારો અંગે લડત લડે છે પરંતુ ઈન્ડિયા ગઠબંધનના સાંસદો મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારો માટે કેમ ગુનાહિત ચૂપકીદી સાધીને બેઠા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મારા પ્રવચનના પ્રત્યુત્તરમાં શ્રી ખડગેજીએ સંસદના શિયાળુ સત્રમાં કોગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધનના સાંસદો મુખર થઈ અવાજ ઉઠાવશે તેવી ઈમાનદારીપૂર્વકની ખાતરી આપી હતી. પરિણામ સ્વરુપે સંસદના શિયાળુ તેમજ બજેટ સત્રમાં અન્યાયી વકફ સુધારા બિલ બાબતે કોગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ પ્રામાણિકતાથી નિર્ભય દ્દઢતા સાથે ભારતની સમગ્ર ૧૪૦ કરોડ જનતામાંના મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકાર અને સમાન ન્યાય અપાવવા અવાજ બુલંદ કર્યો હતો.
ઔવેશી માત્ર મુસ્લિમ સમાજના હિતેચ્છુ છે તેવો ગપગોળો ચલાવવા પાર્લામેન્ટમાં ૩ મિનીટ બોલીને ૩૬૫ દિવસ સોશ્યલ મીડીયા મારફત મુસ્લિમ સમાજને ગુમરાહ કરવા જુઠ્ઠાણા ફેલાવે છે કે કોગ્રેસ મુસ્લિમ સમાજના પ્રશ્નો પ્રત્યે કેમ ચૂપ છે.
વધુમાં શ્રી શેખે રાહુલ ગાંધીજી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરતા અને મુસ્લિમ સમાજને આગળ ધરી કોગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી પોતાનું આર્થિક રાજકારણ ચલાવનારા બિનવિશ્વસનીય નિષ્ક્રિય મુસ્લિમ આગેવાનોની બાદબાકી કરવા લાગણી વ્યકત કરી હતી.
સંવિધાનના અધિકારોની રક્ષા માટે વકફ બિલના વિરોધમાં મતદાન કરવા બાબતે કોગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનના લોકસભાના ૨૩૨ અને રાજ્યસભાના ૯૮ સાંસદોમાંના મુસ્લિમ સાંસદોની સમાજનો અવાજ પ્રખરતાથી રજૂ કરવાની ફરજ હતી પરંતુ ગૌરવપૂર્ણ બાબત છે કે મોટા ભાઈ સમાન બહુમતી સમાજના સાંસદોનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
કોગ્રેસ પક્ષની વિચારધારા પ્રત્યે વફાદાર મુસ્લિમ કોગ્રેસી આગેવાનોને અન્ય સમાજો સમકક્ષ પ્રતિનિધિત્વ આપવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાંથી સમાજને ગમતા સ્વચ્છ ચહેરાઓને સંગઠનમાં મહત્વ આપવા રજૂઆત કરી હતી. અન્ય સમાજોની સમકક્ષ મુસ્લિમ નેતૃત્વને પણ પક્ષના જાહેર મંચ ઉપર સન્માનપૂર્વક સ્થાન આપી લઘુમતી સમાજની જનસંખ્યા મુજબનું યોગ્ય સામૂહિક નેતૃત્વ આપવા રજૂઆત કરી હતી.