Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ ચિંતાજનક નથી : ICMRના વડા

    કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ ચિંતાજનક નથી : ICMRના વડા

    City Today DailyBy City Today DailyMay 27, 2025

    નવી દિલ્હી, તા.૨૭
    દેશના કેટલાંક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. જાેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ ડો. રાજીવ બહેલના જણાવ્યાં અનુસાર, અત્યારે કોરોનાના ચેપની તીવ્રતા અત્યંત મંદ હોવાથી તે ચિંતાજનક નથી.કોવિડના નવા વેરિયન્ટ્સ મળ્યાં હોવા અંગે તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ અને પશ્ચિમમાં નમૂનાના જીનોમ સિક્વન્સિંગમાં એ સ્પષ્ટ થયું છે કે, નવા વેરિયન્ટ્સ બહું ગંભીર નથી અને તે ઓમિક્રોનના પેટાવેરિયન્ટ્સ LF.7, XFG, JN.1 તથા NB. 1.8.1  છે. ઉપરોક્તમાંથી પહેલાં ત્રણ વેરિયન્ટ્સ વધુ જાેવા મળી રહ્યાં હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, અન્ય સ્થળોએથી લવાયેલાં સેમ્પલ્સનું સિક્વન્સિંગ કરાઈ રહ્યું છે, જેના પરિણામો બાદ આપણને વધુ વેરિયન્ટ્સ છે કે નહીં તેની જાણ થશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં વધારાની શરૂઆત દક્ષિણમાં થઈ હતી. ત્યારબાદ પશ્ચિમમાં અને હવે ઉત્તર ભારતમાં કેસો વધ્યાં છે.
    આ તમામ કેસોનું ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) દ્વારા નિરીક્ષણ કરાઈ રહ્યું છે.આ ઉપરાંત આઈસીએમઆરનું રાષ્ટ્રવ્યાપી રેસ્પિરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ નેટવર્ક નવા ઈન્ફેક્શન્સ અને પેથોજન્સ પર નજર રાખી રહ્યું છે. અમે હાલમાં સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. જાેકે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. સામાન્ય લોકોએ થોડી સાવચેતી રાખવી જાેઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા(હૂ)ના આંકડા પણ દર્શાવે છે કે, નવા વેરિયન્ટ્સથી ગંભીર બીમારી થતી નથી. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી માત્ર સામાન્ય સાવચેતી રાખવી.

    Post Views: 467
    કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ ચિંતાજનક નથી : ICMRના વડા
    Previous Article૬ વર્ષની બાળકી પર દુષ્કર્મ, પાડોશમાં રહેતા શખસે પોતાના ઘરે ઉઠાવી જઈ કુકર્મ આચર્યું
    Next Article મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.