Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની

    મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની

    City Today DailyBy City Today DailyMay 28, 2025

    મણિપુર, તા.૨૮
    મણિપુરમાં સરકાર બનાવવાની ગતિવિધિ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટીના નેતા રાધેશ્યામ સિંહે બુધવારે (૨૮ મે, ૨૦૨૫) રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. ભાજપના નેતા નવ અન્ય ધારાસભ્યો સાથે રાજભવનમાં રાજ્યપાલને મળ્યા હતા.
    ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “લોકોની ઇચ્છા મુજબ ૪૪ ધારાસભ્યો સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્યપાલને આ વાત જણાવી છે. અમે આ મુદ્દા માટે કયા ઉકેલો હોઈ શકે છે તેની પણ ચર્ચા કરી છે. ૪૪ ધારાસભ્યો લોકોની ઇચ્છા મુજબ સરકાર બનાવવા માટે તૈયાર છે.” તેમણે કહ્યું, “રાજ્યપાલે અમારી વાતની નોંધ લીધી છે અને લોકોના શ્રેષ્ઠ હિતમાં કાર્યવાહી શરૂ કરશે.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, ત્યારે તેમણે કહ્યું કે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ર્નિણય લેશે. ભાજપના નેતા રાધેશ્યામ સિંહે કહ્યું, “અમે તૈયાર છીએ એમ કહેવું એ સરકાર બનાવવાનો દાવો કરવા જેવું છે. વિધાનસભા અધ્યક્ષ સત્યવ્રતે વ્યક્તિગત અને સંયુક્ત રીતે ૪૪ ધારાસભ્યોને મળ્યા છે. કોઈએ નવી સરકારની રચનાનો વિરોધ કર્યો નથી.” તેમણે કહ્યું, “લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
    છેલ્લા કાર્યકાળમાં કોવિડને કારણે બે વર્ષ વેડફાયા હતા અને આ કાર્યકાળમાં સંઘર્ષને કારણે બે વર્ષ વેડફાયા છે.”
    ભાજપ નેતા એન બિરેન સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. મે ૨૦૨૩માં શરૂ થયેલી મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસાને લઈને કોંગ્રેસે એન બિરેન સિંહ સરકાર પર જાેરદાર નિશાન સાધ્યું હતું. મણિપુરમાં હાલમાં ૬૦ સભ્યોની વિધાનસભામાં ૫૯ ધારાસભ્યો છે. એક ધારાસભ્યના મૃત્યુને કારણે એક બેઠક ખાલી છે.
    ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં કુલ ૪૪ ધારાસભ્યો છે, જેમાં ૩૨ મેઇતેઈ, ત્રણ મણિપુરી મુસ્લિમ અને નવ નાગા ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના પાંચેય ધારાસભ્યો મેઇતેઈ સમુદાયના છે. બાકીના ૧૦ ધારાસભ્યો કુકી છે – તેમાંથી સાત ભાજપની ટિકિટ પર છેલ્લી ચૂંટણી જીત્યા હતા, બે કુકી પીપલ્સ એલાયન્સના છે અને એક અપક્ષ ધારાસભ્ય છે.

    Post Views: 357
    મણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની
    Previous Articleકોરોના વાયરસના નવા વેરિયન્ટ્સ ચિંતાજનક નથી : ICMRના વડા
    Next Article પર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત, આપ-ભાજપ લડવામાં મસ્ત, કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.