Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૯૪૩ કરોડના ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો પર્દાફાશ, ૮ આરોપીની ધરપકડ, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો ખેલ

    ૯૪૩ કરોડના ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો પર્દાફાશ, ૮ આરોપીની ધરપકડ, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો ખેલ

    City Today DailyBy City Today DailyJune 30, 2025

    સુરત, તા.૩૦
    સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ મોટા વરાછા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં ૯૪૩ કરોડના આર્થિક વ્યવહારો સામે આવ્યા છે અને ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ રેકેટ “સનરાઈઝ ડેવલપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલતું હતું. મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી “સનરાઈઝ ડેવલપર્સ” નામની ઓફિસમાંથી આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. ર્જીંય્ દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ ઓફિસમાં બે મુખ્ય ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી. ઓનલાઈન સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગની જેમ જ, પણ સેબીનીની પરવાનગી વગર, “Castilo 9” અને “Stock grow” જેવાં સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવતું હતું.
    “BET FAIR.COM”, “NEXON EXCH.COM”, “PAVANEXCH”,  “ENGLISH999” જેવી પ્રતિબંધિત વેબસાઇટ્સ અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને લાઇવ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ જેવી સ્પોર્ટ્સ તેમજ કસિનો ગેમિંગ પર સટ્ટાબાજી કરવામાં આવતી હતી. આરોપીઓ લોકોને ઊંચા નફાની લાલચ આપીને અને બ્લેક મનીનો ઉપયોગ કરવાની સુવિધા આપીને ગ્રાહકોને આકર્ષતા હતા. તેઓ દાવો કરતા હતા કે આ ટ્રેડિંગમાં કોઈ નુકસાન થતું નથી અને કોઈ ટેક્સ પણ ભરવો પડતો નથી, જેનાથી સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હતું.
    ગેમિંગ એપ્લિકેશન સહિત ડબ્બા ટ્રેડિંગની એપ્લિકેશનોમાં ૯૪૩ કરોડના વ્યવહારો મળ્યા છે. આ ઉપરાંત અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ૪.૬૨ કરોડનાં અન્ય ટ્રાન્ઝેક્શનનો પણ મળ્યાં છે. આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઇન ટ્રેડિંગ કરાવતા હતા. એસઓજીને ઓફિસમાંથી એક પેપર કટિંગ મશીન પણ મળ્યું હતું. આ મશીનનો ઉપયોગ ઓફિસમાં વપરાયેલા કાગળોનો ચૂરો કરવા માટે થતો હતો. આનાથી ગુનેગારોને એવું લાગતું હતું કે કોઈને ખબર નહીં પડે કે કાગળોનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે? અને આ રીતે તેઓ તેમના ગેરકાયદે વ્યવહારોના પુરાવાઓનો નાશ કરતા હતા, ખાસ કરીને કાળા નાણાંના વ્યવહારોને છુપાવવા માટે.

    Post Views: 437
    ૮ આરોપીની ધરપકડ ૯૪૩ કરોડના ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો પર્દાફાશ કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો ખેલ
    Previous ArticleRTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ, ૧૦ દિવસથી સર્વરના ધાંધિયા
    Next Article સુમુલ ડેરીમાં સફેદ દૂધનો કાળો કારોબાર, મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્રથી દૂધ લાવી પધરાવાતું હોવાનો આક્ષેપ

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.