Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » માઇક્રોસોફ્ટ-ગૂગલ જેવી ૪૮ કંપની ગાઝાના નરસંહારમાં ભાગીદાર

    માઇક્રોસોફ્ટ-ગૂગલ જેવી ૪૮ કંપની ગાઝાના નરસંહારમાં ભાગીદાર

    City Today DailyBy City Today DailyJuly 4, 2025

    ગાઝા, તા.૪
    પેલેન્સ્ટાઇનમાં માનવાધિકારોની સ્થિતિ પર કામ કરતા યુનાઇટેડ નેશન્સના વિશેષ દૂત ફ્રાન્સેસ્કા અલ્બેનીઝ ડઝનથી વધુ કંપનીઓને ઇઝરાયલ સાથે બિઝનેસ બંધ કરવા આહ્વાન કર્યું છે. અલ્બાનીઝે યુએન માનવાધિકાર પરિષદનો એક રિપોર્ટ રજૂ કરતાં કહ્યું છે કે, જે મલ્ટીનેશનલ કંપનીઓ ઇઝરાયલ સાથે બિઝનેસ કરી રહી છે. જેનાથી ગાઝા અને ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્કમાં યુદ્ધ અપરાધોમાં સંડોવણીનું જાેખમ વધ્યું છે. આ નરસંહારની અર્થવ્યવસ્થા છે. જેનાથી ગાઝા નવા હથિયારો અને ટૅક્નોલૉજી માટે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયું છે.
    રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, હથિયાર બનાવતી અને ટૅક્નોલૉજી કંપનીઓને ઇઝરાયલે ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું છે.
    રોકાણકારો, ખાનગી અને જાહેર સંસ્થાઓ અઢળક કમાણી કરી રહી છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલના ચાલુ હુમલાનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, કંપનીઓ હવે કેવળ કબજામાં જ યોગદાન નથી આપી રહી પરંતુ નરસંહાર અર્થવ્યવસ્થામાં સામેલ પણ થઈ શકે છે. ગાઝામાં ઇઝરાયલનો નરસંહાર ઘણા લોકો માટે કમાણીનું માધ્યમ બન્યું છે.
    અલ્બાનીઝ દ્વારા રજૂ રિપોર્ટમાં ૪૮ કંપનીઓનો ઉલ્લેખ છે. જે ગાઝામાં નરસંહારમાં મદદ કરી રહી છે. જેમાં અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈંક અને એમેઝોન જેવી કંપનીઓ સામેલ છે. આ યાદીમાં હથિયાર બનાવતી કંપની લૉકહીડ માર્ટિન અને આલ્ફાબેટ, આઇબીએમ જેવી કંપનીઓ પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ યાદીમાં ઘર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવા માટે ખાસ ગાડીઓનો પુરવઠો પૂરો પાડવામાં કેટરપિલર, હ્યુન્ડાઈ અને વોલ્વો જેવી કંપનીઓ મદદ કરી રહી હોવાનો દાવો છે. તેમજ બીએનપી પારિબા અને બાર્કલેજ બેન્ક ઇઝરાયલને ટ્રેઝરી બોન્ડ પૂરા પાડી રહી છે.
    ઇઝરાયલે યુએનના વિશેષ દૂત ફ્રાન્સેસ્કા અલ્બેનીઝના રિપોર્ટને પાયાવિહોણો ગણાવી કચરાપેટીમાં નાખી દેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે, યુએનએ માનવાધિકાર મામલે સલાહ આપવા માટે ફ્રાન્સેસ્કા અલ્બેનીઝની નિમણૂક કરી છે. તે ઈટલીના એક આંતરરાષ્ટ્રીય વકીલ છે. તે પોતાના બેધડક નિવેદનો માટે જાણીતા છે.

    Post Views: 760
    માઇક્રોસોફ્ટ-ગૂગલ જેવી ૪૮ કંપની ગાઝાના નરસંહારમાં ભાગીદાર
    Previous Articleભાગળ ચાર રસ્તા પાસે ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી
    Next Article ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ૯૪ પેલેસ્ટેનિયનનાં મોત

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.