Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, August 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાગળ ચાર રસ્તા પાસે ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી

    ભાગળ ચાર રસ્તા પાસે ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી

    City Today DailyBy City Today DailyJuly 4, 2025

    સુરત,તા.૦૪
    સુરત શહેરના ગીચ વિસ્તાર ગણાતા ભાગળ ચાર રસ્તા ઉપર આજે એક દુકાનમાં ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી હતી. જોકે દુકાનમાં રહેલ એક યુવક સામાન્ય દાઝ્યો હોવાનું જાણવા મળ્યું છે . ફાયર વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે કે આજે સવારે ફાયરને કોલ મળ્યો હતો કે ભાગળ ચાર રસ્તા ઉપર આવેલી મોહન મીઠાઈની દુકાન નજીક પાસે એક દુકાનમાં ચા વેચાણ કરવામાં આવતી હતી. આ ચા મશીનમાં બનાવવામાં આવતી હતી. અચાનક આ ચા બનાવવાનું મશીન ધડાકાભેર ફાટ્યું હતું.
    આ ઘટનાને પગલે દુકાનમાં ભાગદોડ થઈ ગઈ હતી. મશીન ફાટવાના અવાજથી આજુબાજુના લોકો પણ ચોકી ઉઠ્યા હતા. ફાયરને જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે એક યુવકને સામાન્ય રીતે દાઝ્યો હતો.
    ફાયર બ્રિગેડના પાસેથી મળતી માહિતી મુજબ ભાગળ ચાર રસ્તા કોટ્સફિલ રોડ પર ધનવંતરી જનરલ સ્ટોર નામની ચાની દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે. આ દરમિયાન આજે એક બાજુ દુકાન પર કેટલાક ગ્રાહકો હાજર હતા. તે દરમિયાન અચાનક ચા બનાવવાનું ઈલેક્ટ્રીક મશીન બ્લાસ્ટ થઈ ગયુ હતું. આ મશીન ધડાકાભેર ફાટતા તેની પ્રચંડ આવાજ સાંભળી તેમજ ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં ભાગદોડ મચી જવાની સાથે ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો. મશીન એટલી પ્રચંડતાથી ફાટ્યુ હતુ કે દુકાનમાં ફ્રીજ, સીલીંગ ફેન તથા પીઓપી સુધ્ધા તૂટી ગઈ હતી, એટલું જ નહીં તે જ સમયે ચા ની દુકાનની સામેથી પસાર થઈ રહેલા રાહદારી ૨૦ વર્ષીય રાઠોડ સતીશ સિંહ પ્રવિણસિંહને એક હાથના ભાગે કાચ વાગતા તે લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટનાને જાેઈ ત્યાં નજીકમાં હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનોનો તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.

    Post Views: 586
    ભાગળ ચાર રસ્તા પાસે ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી
    Previous ArticleDGVCL ભરતીકૌભાંડ-સ્માર્ટમીટર મુદ્દે અનંત અને ચૈતરનું ‘ગઠબંધન’, કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના ૨૪ કલાકમાં જ કોંગ્રેસ-આપ એક
    Next Article માઇક્રોસોફ્ટ-ગૂગલ જેવી ૪૮ કંપની ગાઝાના નરસંહારમાં ભાગીદાર

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.