Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » વકફ કાયદો : કેન્દ્ર સરકારનું નવા નિયમોનું નોટિફિકેશન જાહેર, બધી વકફ મિલકતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, ૯૦ દિવસનો સમય આપવામાં આવશે, હવે કબજાે કરવો થશે મુશ્કેલ, ‘પાઈ-પાઈ‘નો હિસાબ મળશે

    વકફ કાયદો : કેન્દ્ર સરકારનું નવા નિયમોનું નોટિફિકેશન જાહેર, બધી વકફ મિલકતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, ૯૦ દિવસનો સમય આપવામાં આવશે, હવે કબજાે કરવો થશે મુશ્કેલ, ‘પાઈ-પાઈ‘નો હિસાબ મળશે

    City Today DailyBy City Today DailyJuly 5, 2025

    નવી દિલ્હી,તા.૦૫
    કેન્દ્ર સરકારે વક્ફ કાયદા હેઠળ એક નવો નિયમ જાહેર કર્યો છે. આ નવો નિયમ વક્ફ પોર્ટલ અને વક્ફ સંપત્તિના ડેટાબેઝ, વક્ફ મિલકતોની નોંધણીની પદ્ધતિ અને તેના ઓડિટ સાથે સંબંધિત છે. નવા કાયદા હેઠળ, દરેક વક્ફ મિલકતની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેની માહિતી પોર્ટલ પર આપવાની રહેશે.
    નવા નિયમો હેઠળ એક કેન્દ્રીયકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે, જે દેશભરના વક્ફના સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે.આમાં વકફ મિલકતોની યાદી અપલોડ કરવી, નવી નોંધણી, વક્ફ રજિસ્ટરની જાળવણી, ખાતાઓ વિશે માહિતી પૂરી પાડવી, ઓડિટ રિપોર્ટ પ્રકાશિત કરવા અને બોર્ડના આદેશોની નોંધણીનો સમાવેશ થાય છે.
    વક્ફ સંપત્તિના મેનેજર (મુતવલ્લી) પોતાના મોબાઇલ નંબર અને ઈમેઇલ દ્વારા ર્ં્ઁ દ્વારા લોગ ઇન કરીને પોર્ટલ પર નોંધણી કરાવશે.
    ત્યારબાદ વક્ફ અને તેની સંપત્તિની વિગતો અપલોડ કરી શકશે. વક્ફ સંપત્તિની રચનાના ત્રણ મહિનાની અંદર પોર્ટલ પર ફોર્મ ૪માં નોંધણી કરાવવી પડશે. વક્ફ બોર્ડ પોર્ટલ પર ફોર્મ ૫માં વક્ફનું રજિસ્ટર જાળવશે. નવા નિયમો વક્ફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ હેઠળ બનાવવામાં આવ્યા છે, જે આઠમી એપ્રિલ ૨૦૨૫થી અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સંમતિ મળ્યા બાદ કેન્દ્ર સરકારે ગયા મહિને વક્ફ (સુધારા) અધિનિયમ ૨૦૨૫ને સૂચિત કર્યું હતું. વકફ (સુધારા) બિલ લોકસભામાં ૨૮૮ સભ્યોના સમર્થનથી પસાર થયું હતું, જ્યારે ૨૩૨ સાંસદો તેની વિરુદ્ધમાં હતા. રાજ્યસભામાં, ૧૨૮ સભ્યોએ તેના પક્ષમાં અને ૯૫ સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
    કેન્દ્ર સરકારે યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી અને ડેવલપમેન્ટ રૂલ્સ ૨૦૨૫નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમો વકફ પ્રોપર્ટીના પોર્ટલ અને ડેટાબેઝ, તેમની નોંધણી, ઓડિટ અને એકાઉન્ટ્સના જાળવણી સાથે સંબંધિત છે. નવા નિયમો હેઠળ એક કેન્દ્રીયકૃત પોર્ટલ અને ડેટાબેઝ બનાવવામાં આવ્યું છે, જે દેશભરના વકફના સંપૂર્ણ રેકોર્ડ નોંધશે. આમાં વકફ મિલકતોની યાદી અપલોડ કરવી, નવી નોંધણી, વકફ રજિસ્ટરની જાળવણી, ખાતાઓ વિશે માહિતી પૂરી પાડવી, ઓડિટ રિપોર્ટ પ્રકાશિત કરવા અને બોર્ડના આદેશોની નોંધણીનો સમાવેશ થાય છે.
    નવા નિયમોમાં સરકારોની જવાબદારી નક્કી કરવામાં આવી છે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલયમાં વક્ફ વિભાગના પ્રભારી સંયુક્ત સચિવ આ પોર્ટલ અને ડેટાબેઝનું નિરીક્ષણ અને નિયંત્રણ કરશે. રાજ્યએ સંયુક્ત સચિવ સ્તરના નોડલ અધિકારીની નિમણૂક કરવી પડશે. કેન્દ્ર સાથે પરામર્શ કરીને એક કેન્દ્રિય સહાયક એકમની રચના કરવામાં આવશે. આ પોર્ટલમાં રીઅલ-ટાઇમ મોનિટરિંગની સુવિધા હશે. આનાથી નોંધણી, મિલકતની માહિતી, શાસન, કોર્ટ કેસ, વિવાદ નિરાકરણ, નાણાકીય દેખરેખ અને સંસાધન વ્યવસ્થાપન જેવા કાર્યો શક્ય બનશે. આ સાથે, સર્વેક્ષણ અને વિકાસ સંબંધિત માહિતી પણ તેમાં શામેલ કરવામાં આવશે. રાજ્ય સરકાર ૯૦ દિવસની અંદર પોર્ટલ પર વકફની યાદી અને વિગતો અપલોડ કરશે. વિલંબના કિસ્સામાં, વધારાના ૯૦ દિવસનો સમય આપવામાં આવશે, પરંતુ વિલંબનું કારણ જણાવવું પડશે.

    Post Views: 1,408
    ‘પાઈ-પાઈ‘નો હિસાબ મળશે ૯૦ દિવસનો સમય આપવામાં આવશે બધી વકફ મિલકતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે વકફ કાયદો : કેન્દ્ર સરકારનું નવા નિયમોનું નોટિફિકેશન જાહેર હવે કબજાે કરવો થશે મુશ્કેલ
    Previous Articleઈદગાહને વિવાદાસ્પદ માળખું તરીકે સ્વીકારવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો, મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને ઝટકો
    Next Article ગુજરાતી હોય કે ગમે તે…મરાઠી આવડવી જાેઈએ, ડ્રામા કરે તો કાન નીચે મારો : ઠાકરે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.