Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, બેંક, એલઆઇસી જેવી ૧૦ અલગ-અલગ સંસ્થાઓનો કામદાર-ખેડૂત વિરોધી નીતિઓ સામે આક્રોશ સાથે દેખાવો

    ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, બેંક, એલઆઇસી જેવી ૧૦ અલગ-અલગ સંસ્થાઓનો કામદાર-ખેડૂત વિરોધી નીતિઓ સામે આક્રોશ સાથે દેખાવો

    City Today DailyBy City Today DailyJuly 9, 2025

    સુરત, તા.૦૯
    સુરત ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળને ટેકો જાહેર કરી શહેરના ટ્રેડ યુનિયનોના આગેવાનો તથા કામદાર કર્મચારીઓએ સુરત કલેક્ટર કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સુત્રોચ્ચાર કર્યા હતા.
    દેશભરમાં આજે ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, ઈન્ટુક, આઇટુક, મજુર સભા, સીટુ, બેંક, એલઆઇસી જેવી અલગ અલગ સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. દુનિયાના ધોરણો મુજબ દેશના કામદારોને જે વેતન મળી રહ્યું છે તેમાં હાલ અન્યાય થઈ રહ્યો હોવાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સતત મોંઘવારી વધી રહી છે, તો બીજી તરફ બેરોજગારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે બેરોજગારોને માસિક ભથ્થું આપવાની પણ માંગણી કરવામાં આવી રહી છે.
    કામદાર અને ખેડૂત વિરોધી સરકારી નીતિના વિરોધમાં દેશભરના વિવિધ ટ્રેડ યુનિયનોની કાઉન્સીલે આજે ભારત બંધના આપેલા એલાનને સુરત શહેરમાં અશત: અસર જાેવા મળી હતી. સ્ટેટ બેંક સિવાયની રાષ્ટ્રીયકૃત બેંકો આ હડતાળમાં સામેલ થઈ હતી. ખાસ કરીને રાષ્ટ્રીય સારસોના કર્મચારીઓ બંધના એલાનના સમર્થનમાં હડતાળ પાડી દેખાવો કર્યાે હતો.
    સુરતના મુગલીસરા એલઆઈસી કચેરી ખાતે ટ્રેડ સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં કર્મચારીઓએ હડતાળ પાડી દેખાવો યોજી સરકાર વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન કામદાર અગ્રણી ભરત શેઠ મારે પ્રતાપ દર્પણ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશવ્યાપી હડતાળમાં આજે સુરતમાં બેંક, એલઆઈસી, પોસ્ટ ઓફિસ સહિત જાહેર ક્ષેત્રોના કર્મચારીઓ હડતાલમાં જાેડાયા હતા. સરકારની શ્રમવિરોધી, ખેડૂત વિરોધી કોર્પાેરેટ તરફી નીતિના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સહિત સંલગ્ન સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપ્યું હતું. જેના સમર્થનમાં તમામ જાહેરક્ષેત્રના સંગઠનોએ સમર્થન આપી દેખાવો ખોલ્યાં હતા.
    વધુમાં આજે બપોરે ૧૨ વાગે વિવિધ ટ્રેડ યુનિયનના સંગઠનોના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારી નીતિઓનો ઉગ્ર વિરોધ નોંધાવી દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

    Post Views: 381
    એલઆઇસી જેવી ૧૦ અલગ-અલગ સંસ્થાઓનો કામદાર-ખેડૂત વિરોધી નીતિઓ સામે આક્રોશ સાથે દેખાવો ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળ બેંક
    Previous Articleએમ.એલ.અ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા રજૂઆત કરી
    Next Article ઉદયપુર ફાઇલ્સ ફિલ્મમાંથી વાંધાજનક ભાગો દૂર કરાયા, જમિયત ઉલેમા-એ-હિંદે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.