(સિટી ટુડે) અમદાવાદ,તા.૦૮
ગતરોજ ગાંધીનગર ખાતે ગૌણ વિધાન સમિતિની બેઠક ગૌણ વિધાનસભાના અધ્યક્ષ અનિરુદ્ધ દવેના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કમિટીના એમ.એલ.એ એ અલગ અલગ રજૂઆત પોતાના મત વિસ્તાર માટે કરી હતી. આ કમિટીના સભ્ય તરીકે એમએલએ ઇમરાન ખેડાવાલાએ અમદાવાદ શહેરમાં દરેક ઝોનમાં સ્ટ્રીટવેન્ડીંગ પોલિસીનો અમલ કરવા માટે રજૂઆત કરી અમદાવાદ શહેરમાં પ્રોવિઝનલ ટાઉન વેન્ડીંગ કમિટીની મીટીંગ તાકીદે બોલાવવામાં આવે તથા આ મિટિંગના સભ્યો કોણ કોણ છે તેની નામ સાથેની માહિતી આપવામાં આવે. આ મીટીંગ છેલ્લે ક્્યારે બોલાવવામાં આવી હતી, આ મિટિંગના સભ્યો દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી માટેનો સર્વે કરાવવામાં આવે અને તાકીદે આ સર્વે કરી લારી ગલ્લા-પાથરણા વાળા-રેડીમેડ કાપડનો ધંધો કરતા-મહિલા સેવાની બહેનો તેમજ શાકભાજી-ફૂટ તથા અન્ય છૂટક ધંધો કરતા ગરીબ વ્યÂક્તઓને મદદરૂપ થવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. અને ભદ્ર વિસ્તારમાં કાયમી ફેરીયાઓને એએમસી તરફથી આપવામાં આવેલ જગ્યા પર બેસાડવામાં આવે તથા શહેરમાં અન્ય જગ્યા પર કાયમી ધંધો કરી શકે તેવી યોજના બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.