Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, July 28
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી, કાર્યકર્તાઓ લોહીલુહાણ

    કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી, કાર્યકર્તાઓ લોહીલુહાણ

    City Today DailyBy City Today DailyJuly 10, 2025

    ભોજપુર, તા.૧૦
    બિહારના ભોજપુર જિલ્લાના આરામાં કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક અને સ્વાગત સમારોહ કાર્યાલયમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન, પાર્ટીના બે જૂથો એકબીજા સાથે અથડાયા હતા. બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. વાસ્તવમાં, આ સમગ્ર ઘટના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ અને બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ-પ્રભારી અને છત્તીસગઢના ભિલાઈ વિધાનસભાના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવના સ્વાગત સમારોહ દરમિયાન બની હતી. વીડિયોમાં કાર્યકર્તાઓ વચ્ચેની મારપીટ સ્પષ્ટપણે જાેઈ શકાય છે, જ્યારે કેટલાક લોકો તેમને ખેંચતા જાેવા મળે છે. કોંગ્રેસના કાર્યકરો વચ્ચેના વિવાદ અને લડાઈનો આ વીડિયો ચોંકાવનારો છે. લોકો એકબીજાના કપડાં ખેંચતા જાેવા મળી રહ્યા છે. આ પરસ્પર લડાઈમાં ભૂતપૂર્વ એમએલસી અજય સિંહના જૂથના એક ૪૧ વર્ષીય કાર્યકર સુનીલ કુમાર સિંહને માથામાં વાગ્યું હતું. સુનીલ કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર છે. મારપીટ દરમિયાન કેટલાક લોકોએ સુનીલ કુમારના માથા પર ઈંટથી હુમલો કર્યો. ફ્રેક્ચરને કારણે તેમના માથામાં છ ટાંકા આવ્યા. કોંગ્રેસના કાર્યકરોએ તેમને ઘાયલ હાલતમાં સદર હોસ્પિટલમાં દાખલ કર્યા.
    ઘાયલ સુનીલ કુમારે જણાવ્યું કે તેઓ ભિલાઈના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવને જાેવા અને સાંભળવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. દેવેન્દ્રના આગમન પછી, અહીં ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા હતા. નવાદા પોલીસ સ્ટેશનના પ્રભારી વિપિન બિહારીએ જણાવ્યું હતું કે સૂત્રોચ્ચાર દરમિયાન થયેલા વિવાદને કારણે આ લડાઈ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અરજીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુનીલ કુમાર સિંહના પિતા શિવકુમાર સિંહ પાર્ટીના ભૂતપૂર્વ ઉપપ્રમુખ છે અને હાલમાં પીએસીએસ પ્રમુખ છે. સુનીલ કુમાર હિન્દુ મહિલા કોલેજમાં સહાયક ક્લાર્ક છે.

    Post Views: 497
    કાર્યકર્તાઓ લોહીલુહાણ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારી
    Previous Articleતહેવારો પૂર્વે તેલના ભાવમાં ભડકો, સીંગતેલ-કપાસિયા તેલમાં ૮૦ રૂપિયાનો વધારો
    Next Article બ્રિજ દુર્ઘટનાના ૩૬ કલાક બાદ R&Bના ૪ એન્જિનિયર સસ્પેન્ડ, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૭ થયો

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.