Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૧૪ જુલાઇથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે,હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી

    ૧૪ જુલાઇથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે,હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી

    City Today DailyBy City Today DailyJuly 13, 2025

    સુરત, તા.૧૩
    હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે ૫ જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. ૧૪ જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને ૧૫ જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૬ તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો છે.
    હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ૧૪થી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ૧૪થી ૧૭ જુલાઇ સુધી ગુજરાતમાં સારો સાવર્ત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ૧૪ જુલાઇથી જ તેની અસર શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં ૧૩ જુલાઇથી દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ૧૪થી ૧૭ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે.
    અહીં નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પર્વ ગુજરાત પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. ૧૪ જુલાઇથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. જેમાં અમદાવાદ, ગાંઘીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, અરવલ્લી, ખેડા, આણંદમાં ભારે વરસાદ થવાની શકયતા છે. કચ્છમાં ૧૫ જુલાઇથી ફરી વરસાદનું જાેર વધશે. ખાસ કરીને ૧૪ અને ૧૫ જુલાઇ ભારે સાવેર્ત્રિક વરસાદનું અનુમાન છે.
    પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ૧૪ -૧૫ જુલાઇ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ૧૨થી ૧૭ જુવાઇ દરમિયાન ગુજરાત પ્રદેશ; ૧૪ જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૭ દિવસ દરમિયાન આ પ્રદેશમાં ઘણી/કેટલીક જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.
    પશ્ચિમ ભારતની વાત કરીએ તો, ૧૪ -૧૫ જુલાઇ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
    ૧૨થી ૧૭ જુવાઇ દરમિયાન ગુજરાત પ્રદેશ; ૧૪ જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૭ દિવસ દરમિયાન આ પ્રદેશમાં ઘણી/કેટલીક જગ્યાએ હળવો/મધ્યમ વરસાદ પડી શકે છે.

    Post Views: 618
    ૧૪ જુલાઇથી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગે ૧૭ જુલાઈ સુધી વરસાદની આગાહી કરી
    Previous Articleવિશ્વમાં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે
    Next Article ખાડીના કહેર બાદ તંત્ર જાગ્યું, વિનાશ વેરાયા બાદ લીધા પગલાં!

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.