Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » નર્મદા કોંગ્રેસમાં ભંગાણ: નવા પ્રમુખની નિમણૂક બાદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત ૧૫૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

    નર્મદા કોંગ્રેસમાં ભંગાણ: નવા પ્રમુખની નિમણૂક બાદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત ૧૫૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા

    City Today DailyBy City Today DailyJuly 19, 2025
    • કોંગ્રેસ છોડ્યા બાદ ‘નિષ્ક્રિયતા‘ના નામે સસ્પેન્શન; વિપુલ બારીયાનો વળતો પ્રહાર

    (સિટી ટુડે) નર્મદા,તા.૧૯
    નર્મદા જિલ્લા કોંગ્રેસમાં નવા પ્રમુખ રણજીત તડવીની નિમણૂકના ગણતરીના દિવસોમાં જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ વિપુલ બારીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.
    નર્મદા કમલમ ખાતે ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને તિલકવાડા ભાજપ પ્રમુખ ગૌરાંગ બારીયાની ઉપસ્થિતિમાં તિલકવાડા તાલુકાના ગમોડ ગામના સરપંચ અને નર્મદા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ વિપુલ બારીયાએ ગમોડ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ લગભગ ૧૫૦ જેટલા કોંગ્રેસી કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
    આશ્ચર્યજનક રીતે, વિપુલ બારીયાના રાજીનામા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને સસ્પેન્ડ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વિપુલ બારીયાના સસ્પેન્શનનું કારણ “પાર્ટીમાં નિષ્ક્રિયતા અને મીટિંગમાં ગેરહાજરી” દર્શાવવામાં આવ્યું છે. જાેકે, વિપુલ બારીયાએ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ત્યારે જ તેમની નિષ્ક્રિયતા કોંગ્રેસ પ્રમુખને કેમ દેખાઈ તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
    આ અંગે વિપુલ બારીયાએ જણાવ્યું હતું કે, “મેં પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, અને ત્યારબાદ મને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સસ્પેન્ડ કર્યો છે. રાજીનામું આપ્યા પછી સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “મેં ભાજપની વિકાસ યાત્રામાં મારું યોગદાન આપવા માટે કોંગ્રેસ છોડી છે.”આ ઘટનાક્રમ નર્મદા જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે અને આગામી સમયમાં રાજકીય સમીકરણોમાં કેવા ફેરફારો લાવશે તે જાેવું રહ્યું.

    Post Views: 794
    નર્મદા કોંગ્રેસમાં ભંગાણ: નવા પ્રમુખની નિમણૂક બાદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સહિત ૧૫૦ કાર્યકરો ભાજપમાં જાેડાયા
    Previous ArticleCBI ઓફીસરની ખોટી ઓળખ આપી ડિજીટલ અરેસ્ટ કરી રૂપિયા ૧ કરોડ ૫ લાખ પડાવવાના કેસમાં અબ્દુલરહેમાન ઈદ્વીશશેખના જામીન મંજુર કરતી કોર્ટ
    Next Article સુરત શહેરમાં ૧૨ કલાકમાં બે હત્યા, પાંડેસરામાં બૂટલેગરે ચપ્પુથી આંતરડા કાઢી નાંખ્યા

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.