Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 8
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સ્કૂલોમાં સુગર બોર્ડ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવા આદેશ કરાયો

    સ્કૂલોમાં સુગર બોર્ડ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવા આદેશ કરાયો

    City Today DailyBy City Today DailyJuly 25, 2025

    સુરત, તા.૨૫
    નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ પ્રત્યેનું વધતું આકર્ષણ અને તેનાથી ઉદ્ભવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ એક ચિંતાજનક વિષય બન્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક ખાસ પહેલ કરવામાં આવી છે. સુરત જિલ્લાની શાળાઓમાં ‘સુગર બોર્ડ’ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
    જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તૈયાર કરાયેલા ‘સુગર બોર્ડ’ એ એક ચાર્ટ છે જે બાળકોમાં અતિપ્રિય બિનઆરોગ્યપ્રદ ખોરાકમાં રહેલું સુગરનું પ્રમાણ દર્શાવે છે.
    આ સુગર બોર્ડને શાળાઓમાં એવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે કે જ્યાં બાળકો દરરોજ તેને જાઈ, વાંચી અને આરોગ્યપ્રદ ખોરાકની પસંદગી કરી શકે. આનાથી તેઓ આરોગ્ય સાથે સંકળાયેલા જાખમો વિશે સરળતાથી જાણકારી મેળવી શકશે.
    સુરતના ડીઇઓ ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે, આજકાલ બાળકોમાં અતિપ્રિય બની રહેલા જંક ફૂડ, ઠંડા પીણાં, ચોકલેટ્‌સ વગેરેમાં ખાંડ અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ પુષ્કળ હોય છે. આ બિન આરોગ્યપ્રદ ખોરાક અનેક બિમારીઓનો ‘એન્ટ્રી પાસ’ સમાન છે. દૈનિક જીવનમાં વધુ પડતી ખાંડ કે મીઠાશના સેવનથી નાની વયે જ બાળકોમાં ટાઈપ ૨ ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની સમસ્યાઓ, મેટાબોલિક વિકૃતિઓ સહિતની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. વિવિધ અભ્યાસો દર્શાવે છે કે ૪થી ૧૦ વર્ષની વયના બાળકો અત્યારે સરેરાશ દૈનિક કેલરીના સેવનમાં ૧૩% જેટલી અને ૧૧થી ૧૮ વર્ષની વયના બાળકો ૧૫% જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. જ્યારે ખાંડનો ઉપયોગ દૈનિક કેલરીના ૫%થી વધુ ન હોવો જાઈએ. શાળામાં સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન આ સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યું છે.
    બાળકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા તેમજ ખોરાકની સાચી પસંદગી કરવા હેતુસર સુગર બોર્ડની રચના ઉપરાંત, જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રાર્થના સભામાં વક્તવ્ય, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ સુગર ચાર્ટ નિર્માણ સહિતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને વધુ પડતી ખાંડના સેવનના જાખમો, દૈનિક ખાંડનું સેવન કેટલું હોવું જાઈએ. સામાન્ય રીતે ખાવામાં આવતા ખોરાકમાં ખાંડનું પ્રમાણ અને આરોગ્યપ્રદ આહાર જેવી આવશ્યક માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

    Post Views: 238
    સ્કૂલોમાં સુગર બોર્ડ નિદર્શન પ્રવૃત્તિ શરૂ કરવા આદેશ કરાયો
    Previous ArticleBRTS બસે કોર્પોરેટરની ગાડીને અડફેટે લીધી
    Next Article ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા

    Related Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026

    અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી ઈમ્તીયાઝ હનીફ શેખ નાઓની જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.