Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચૂંટણી પંચ વેબસાઈટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે : રાહુલ ગાંધી

    ચૂંટણી પંચ વેબસાઈટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે : રાહુલ ગાંધી

    City Today DailyBy City Today DailyAugust 8, 2025

    બેંગલુરુ, તા.૮
    કર્ણાટકના બેંગલુરુમાં કોંગ્રેસની ‘વોટ અધિકાર રેલી’ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર નવો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘જ્યારે દેશની પ્રજા ડેટાને લઈને સવાલ પૂછી રહી છે, ત્યારે ચૂંટણી પંચે વેબસાઈટ જ બંધ કરી દીધી છે. ચૂંટણી પંચે બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પોતાની વેબસાઈટ બંધ કરી દીધી છે. ચૂંટણી પણ જાણે છે કે, પ્રજા તેમને પ્રશ્ન પૂછવા લાગશે તો તેમનું આખું માળખું તૂટી જશે.’
    ચૂંટણી પંચે તાજેતરમાં રાહુલ ગાંધીને સોગંદનામું મોકલ્યું હતું, જેમાં સહી કરીને માફી માંગવાની વાત કહેવાઈ હતી, ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ચૂંટણી પંચ મારી પાસે સોગંદનામું માંગે છે. તેઓ કહે છે કે, મારે શપથ લેવી પડશે, પરંતુ મેં સંસદમાં બંધારણની શપથ લીધી છે.’ રાહુલે ફરી માંગ કરી છે કે, ‘ચૂંટણી પંચ આખા દેશની ઈલેક્ટ્રોનિક વૉટર યાદી અને ચૂંટણીની વીડિયોગ્રાફીના રેકોર્ડ આપે. જાે અમને તે મળી જશે તો સાબિત કરીશું કે, આખા દેશમાં બેઠકોની ચોરી કરવામાં આવી છે.’
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે.
    રાહુલ ગાંધીએ તાજેતરમાં જ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીપંચ દ્વારા મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જાે તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જાેઈએ. કાં તો તે કાગળ પર સહી કરે અથવા દેશની માફી માંગી લે. જાેકે, રાહુલ ગાંધી હજુ તેમની વાત પર અડગ છે. કોંગ્રેસ બેંગ્લુરુમાં વોટ અધિકારી રેલી યોજી હતી અને તેમાં ફરીથી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું કે સમય બદલાશે ત્યારે સજા આપવામાં આવશે.
    રાહુલ ગાંધીએ ફરી આરોપ લગાવતા કહ્યું કે, ‘પહેલા લોકસભાની ચૂંટણી થઈ, પછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાઈ. અમારું ગઠબંધન લોકસભામાં ભારે બેઠકો સાથે જીત્યું હતું, પરંતુ ચાર મહિના બાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી ગઈ. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે. અમે તપાસ કરી તો ખબર પડી કે, વિધાનસભા ચૂંટણીમાં નવા એક કરોડ મતદારોએ મતદાન કર્યું છે. આ નવા મતદારો જ્યાં પણ આવ્યા, ત્યાં ભાજપે જીત મેળવી છે. અમને મળેલા મતોમાં ઘટાડો થયો નથી, પરંતુ નવા મતદારોના મત ભાજપના ખાતામાં ગયા છે. તે દિવસે અમને સમજાયું કે, દાળમાં કંઈક કાળું છે.’
    કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું કે, ‘અમને ચૂંટણી પંચે મદદ ન કરી, તો અમે જાતે તપાસ શરૂ કરી દીધી. તપાસ માટે અમે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા બેઠકની મહાદેવાપુરા વિધાનસભા મતવિસ્તારની પસંદગી કરી હતી. અમને તપાસમાં જે મળી આવ્યું તે પ્રેસ કોન્ફરન્સમાં સૌની સામે ઉજાગર કર્યું અને સાબિત કરી બતાવ્યું કે, ભાજપ અને ચૂંટણી પંચે મળીને વોટ ચોરી કરી છે.
    મહાદેવાપુરા વિધાનસભા મતવિસ્તારમાં છ લાખ મત છે, તેમાંથી ૧,૦૦,૨૫૦ મતની ચોરી કરવામાં આવી છે. એટલે કે ભાજપે દર ૬ મતમાંથી એક વોટની ચોરી કરી છે. અમે કર્ણાટકમાંથી જે ડેટા કાઢ્યો છે, તે અપરાધના પુરાવા છે. આ ડેટા કાઢવામાં અમને છ મહિના લાગ્યા હતા. અમે દરેક નામની તપાસ કરી હતી, દરેક ફોટાને લાખો ફોટો સાથે મેચ કર્યા હતા. અમારું માનવું છે કે, ચૂંટણીનો ડેટા એક પુરાવો છે. જાે તેને કોઈ ખતમ કરશે તો તેને અર્થ એ છે કે, તેઓ પુરાવા મિટાવી રહ્યા છે.’

    Post Views: 225
    ચૂંટણી પંચ વેબસાઈટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે : રાહુલ ગાંધી
    Previous Articleકેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ બિલ પાછું ખેંચ્યું
    Next Article તરસથી પીડાશે અડધી દુનિયા, નાસાનો ભયાનક રિપોર્ટ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.