Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભારત પર તોતિંગ ટેરિફ નાંખવાનું ટ્રમ્પને ભારે પડ્યું!

    ભારત પર તોતિંગ ટેરિફ નાંખવાનું ટ્રમ્પને ભારે પડ્યું!

    City Today DailyBy City Today DailyAugust 9, 2025

    વોશિંગ્ટન, તા.૯
    ભારત અને અમેરિકાના સંબંધો પર એક નવો વિવાદ ઊભો થયો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ટ્રમ્પના નીકટ રહી ચૂકેલા જ્હોન બોલ્ટને ચેતવણી આપી છે કે ભારત પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ટ્ર્મ્પ દાયકાઓની અમેરિકી કૂટનીતિને જાેખમમાં નાખી શકે છે. તેમનું માનવું છે કે આ પગલું ભારતને રશિયા અને ચીનની વધુ નજીક ધકેલી શકે છે જે અમેરિકા માટે એક મોટી રણનીતિક ભૂલ સાબિત થઈ શકે છે.
    બોલ્ટને જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારત પર ૫૦ ટકાથી વધુ ટેરિફ લગાવ્યો છે. જેમાં ૨૫ ટકા વધારાનો સેકન્ડરી ટેરિફ પણ સામેલ છે. આ ટેરિફ ફક્ત એ તર્ક સાથે લગાવવામાં આવ્યો કે ભારત રશિયાના યુદ્ધ અભિયાનને આર્થિક મદદ કરી રહ્યું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ચીન પર આ પ્રકારનો કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. તેનાથી ભારતે ખુબ જ નકારાત્મક પ્રતિક્રિયા આપી અને તેને અયોગ્ય અને અસ્વીકાર્ય ગણાવી.
    અમેરિકી વિદેશ નીતિ વિશેષજ્ઞ અને પૂર્વ વેપાર અધિકારી ક્રિસ્ટોફર પડિલ્લાએ પણ ચેતવણી આપી છે કે આ પગલું ભારત-અમેરિકાના સંબંધોને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું કે ટેરિફની અસર આવનારા વર્ષો સુધી ભારતની યાદમાં રહેશે અને એ સવાલ ઊભો કરી શકે છે કે શું અમેરિકા એક ભરોસાપાત્ર સાથે છે. રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું છે અને અમેરિકા પર ગેરકાયદેસર વેપારી દબાણ નાખવાનો આરોપ લગાવ્યો છે. બોલ્ટનનું માનવું છે કે આવનારી ટ્રમ્પ-પુતિનની મુલાકાતમાં પુતિન આ મુદ્દાનો ફાયદો ઉઠાવીને પોતાના એજન્ડાને આગળ વધારી શકે છે. તેમણે સીએનએન સાથે વાતચીતમાં કહ્યું કે જે ટેરિફ રશિયાને નબળું પાડવા માટે લગાવ્યા હતા તે ઉલ્ટી અસર પાડી શકે છે અને ભારતને રશિયા-ચીન સાથે મળીને અમેરિકા વિરુદ્ધ ઊભું કરી શકે છે.

    Post Views: 277
    ભારત પર તોતિંગ ટેરિફ નાંખવાનું ટ્રમ્પને ભારે પડ્યું!
    Previous Articleતરસથી પીડાશે અડધી દુનિયા, નાસાનો ભયાનક રિપોર્ટ
    Next Article જેલોમાં રક્ષાબંધને ભાવુક દૃશ્યો સર્જાયા, કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.