Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જેલોમાં રક્ષાબંધને ભાવુક દૃશ્યો સર્જાયા, કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી

    જેલોમાં રક્ષાબંધને ભાવુક દૃશ્યો સર્જાયા, કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી

    City Today DailyBy City Today DailyAugust 9, 2025

    સુરત, તા.૦૯
    દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા, અમદાવાદ, સુરત સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ જેલમાં ભાઈ અને બહેન મળતા ભાવુક દૃશ્યો સર્જાયા હતાં. રાખડી બાંધતા સમયે ભાઈઓ-બહેનો રડી પડ્યા હતાં અને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. અહીં કેટલીક બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાનને અને સરકારને પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ બહેનને ભેટ સ્વરૂપે એક તુલસીનો છોડ આપ્યો હતો.
    છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈઓને પોતાની બહેનો રખડી બાંધવા માટે જેલમાં આવે છે. ત્યારે આજે પણ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી હતી. આ સાથે જ કારેલીબાગ હિટ એન્ડ રનના ગુનામાં સંડોવાયેલ રક્ષિત ચોરસિયાના પરિવારે પણ તેની મુલાકાત કરી હતી. પોતાના ભાઈને રાખડી બાંધવા આવેલી બહેન વૈશાલીબેન પટેલે રડતી આંખે કહ્યું કે, આ પહેલીવાર નથી, અમે છેલ્લા પાંચ વર્ષથી આવીએ છીએ, આ છઠ્ઠું વર્ષ ચાલુ થયું છે. મારો ભાઈ મર્ડર કેસમાં છે, પણ મારા ભાઈએ મર્ડર કર્યું જ નથી, બિલકુલ કર્યું જ નથી. ડ્રિન્ક કરીને બહાર આવ્યા હોવાનું કહેવામાં આવે છે પણ તેણે ડ્રિન્ક નહોતું કર્યું. તેઓને ત્રણ છોકરીઓ છે. બસ, નિર્દોષ છૂટી જવા જાેઈએ. ઘરમાં કોઈ જ નથી. મારી મમ્મીને મારી ભાભી જ છે. ૧૦ વર્ષની, પાંચ વર્ષની અને આઠ વર્ષની બેબી છે. બસ, મારા ભાઈ નિર્દોષ બહાર આવી જવા જાેઈએ, બીજું કંઈ નહીં. આ પ્રસંગે આવેલા સોનલ વસાવાએ જણાવ્યું હતું કે, મારા ભાઈ મર્ડરના ગુનામાં જેલમાં છે. છેલ્લા પાંચ વર્ષથી અમે રાખડી બાંધવા આવીએ છીએ. બસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે ગુનો કર્યો નથી તો જલ્દી જ મારો ભાઈ બહાર આવી જાય, બસ એની નાની-નાની ત્રણ છોકરીઓ છે. એમને કોણ સાચવશે? મમ્મી છે એમના અને એકલા ભાભી છે. બસ એ લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. સરકાર પણ સહેજ સમજવા રાજી નથી. જે ગુનો કર્યો નથી એ ગુનાની સજા આપી દીધી છે. અત્યારે લોકો પૈસાવાળા પૈસા ખવડાવીને બીજાને સજાઓ અપાવે છે. અમારા ગરીબોનું કોણ થશે?

    Post Views: 190
    કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી જેલોમાં રક્ષાબંધને ભાવુક દૃશ્યો સર્જાયા
    Previous Articleભારત પર તોતિંગ ટેરિફ નાંખવાનું ટ્રમ્પને ભારે પડ્યું!
    Next Article સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન, જમ્મુથી કન્યાકુમારી સુધી તિરંગાનો સંદેશ

    Related Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    July 7, 2026

    આગામી મોહરમના તહેવારને લઈ સુરત શહેર તાજીયા કમિટીએ સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ. ગેહલોતસાહેબની મુલાકાત કરવામાં આવી

    June 20, 2026
    Latest Posts

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    સુરત કોર્ટ પરિસરમાં બનેલી એક પ્રેરણાદાયી ઘટનાએ અક્ષરશઃ સાચી સાબિત કરી બતાવી છે.

    વરનોરા તથા રાયધણજર ગામની એક જુથ અથડામણ મા સમગ્ર ઘટના ને હીંદુ મુસ્લિમ નુ રુપ આપી ઘટનાના અનુસંધાનમાં વહીવટીતંત્ર દ્વારા વરનોરા ગામના નિર્દોષ લોકો સામે કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી જેમા ઘરો ને ડીમોલેશન કરવામા આવેલ તે ખરેખર નીંદનીય છે કચ્છમાં કોઈપણ સમાજ સામે આવી ગેરકાયદેસર તથા ગેરબંધારણીય કાર્યવાહી ન થાય તે માટે આપ સાહેબ વહીવટી તંત્ર ને સુચના આપો :હાજી જુમા રાયમા

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.