Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૨૩ કરોડની દાણચોરી કેસમાં દુબઈના રિઝવાનને કોફેપોસામાં હાઈકોર્ટમાંથી રાહત મળી

    ૨૩ કરોડની દાણચોરી કેસમાં દુબઈના રિઝવાનને કોફેપોસામાં હાઈકોર્ટમાંથી રાહત મળી

    City Today DailyBy City Today DailyAugust 26, 2025
    • કોફેપોસા અટકાયતી પગલાં સામે હાઈકોર્ટમાં દાદ મગાઈ હતી : હાઈકોર્ટમાં અટકાયત સામે વચગાળાનો હુકમ

    (સિટી ટુડે) સુરત,તા.૨૬
    રૂ.૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા દુબઈના રીઝવાન લિંબાડા વિરૂદ્ધ પસાર થયેલા કોફેપોસા એક્ટ અન્વયે હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી હતી. કોફેપોસા એક્ટ અન્વયે ડીઆરઆઈ આરોપી લિંબાડાની એક મહિના માટે અટકાયત નહી કરી શકે તે સંદર્ભે હાઈકોર્ટે વચગાળાનો હુકમ ફરમાવ્યો હોવાનું બચાવ પક્ષના વકીલ ઝફર બેલાવાલાએ જણાવ્યું હતું. જેથી આગામી દિવસોમાં આરોપી લિંબાડા આગોતરા જામીનની શરતોને આધીન દુબઈથી સુરત આવી ડીઆરઆઈ સમક્ષ હાજર રહેશે.
    આ કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૨૩ના જુલાઈ માસમાં ડીઆરઆઈએ સુરત એરપોર્ટ ઉપરથી ૨૩ કરોડથી વધુના સોનાની દાણચોરીનો કેસ પકડ્યો હતો. જેમાં ભરૂચના રીઝવાન લિંબાડા(હાલ રહે.દુબઈ)ની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રીઝવાન લિંબાડા મુખ્ય લાભાર્થી, ફાઈનાન્સર અને સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું ડીઆરઆઈની તપાસમાં ખુલ્યું હતું. દરમિયાન આ દાણચોરીના કેસ અંતર્ગત ભારત સરકારના સંયુક્ત સચિવે કોફેપોસાની કલમ ૩(૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આરોપી લિંબાડાને માલની દાણચોરી કરતા અટકાવવા તેને અટકાયતમાં લેવાનો આદેશ પસાર કર્યો હતો.આ અટકાયતનો આદેશ આરોપી લિંબાડાની પત્નીના વોટ્સએપ દ્વારા બજાવવામાં આવ્યો હતો.
    દરમિયાન આરોપી લિંબાડાએ સ્પેશ્યલ સિવિલ અરજી કરી કોફેપોસા હેઠળ અટકાયતમાં લેવાના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જાેકે, જે-તે સમયે લિંબાડા તરફથી આ સ્પેશ્યલ સિવિલ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. બાદમાં આ દાણચોરીના કેસમાં આરોપી લિંબાડાએ સુરતના સિનિયર વકીલ કલ્પેશ દેસાઈ અને ઝફર બેલાવાલા મારફતે સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા ગત જુન માસમાં શરતો લાદીને આગોતરા જામીન મંજુર કરવામાં આવી હતી. બાદમાં કોફેપોસા હેઠળ અટકાયતમાં લેવાના આદેશને ફરીથી હાઈકોર્ટમાં પડકારી વચગાળાનો સ્ટે માગવા રજૂઆત કરી હતી. બચાવ પક્ષના વરિષ્ઠ વકીલ દેવેન પરીખે રજૂઆત કરી હતી કે, ફોજદારી કાર્યવાહી અને નિવારક અટકાયનો આદેશ સંગઠિત દાણચોરી પ્રવૃત્તિઓના સમાન આરોપ પર છે. સેશન્સ કોર્ટે આપેલ આગોતરા જામીનની શરતો મુજબ ડીઆરઆઈ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. જેથી સેશન્સ કોર્ટના આદેશનું પાલન કરવા માટે અટકાયતના આદેશપર વચગાળાનો સ્ટે આપવા માગ કરી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે અટકાયતના આદેશ પર એક મહિના માટે રોક લગાવી છે.

    Post Views: 459
    ૨૩ કરોડની દાણચોરી કેસમાં દુબઈના રિઝવાનને કોફેપોસામાં હાઈકોર્ટમાંથી રાહત મળી
    Previous Articleરાંદેર પોલીસ સ્ટેશનમાં યુવાન સહિત ઘરના તમામ સભ્યો વિરુદ્ધમાં નોંધાયેલ બળાત્કાર વિથ એટ્રોસિટીના ગુનામાં મુખ્ય આરોપી સહિત તમામ આરોપીઓના જામીન ઉપર છુટકારો
    Next Article આગામી દિવસોમાં કોંગ્રેસ કાર્યકરો ઘરે ઘરે જઈ ભૂતિયા મતદારો શોધી કઢાશે

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.