(સિટી ટુડે) સુરત,તા.૧૪
સુરત શહેર માં રેપ વિથ એટ્રોસિટી ના ચકચારી કેસ કે જેમાં રાંદેર વિસ્તાર માં રહેતા આરોપી પ્રતીક ચંપકભાઈ પટેલ તેમજ પ્રતીક ના માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન- બનેવી સહિત ઘરના તમામ ૭ (સાત)સભ્યો વિરુદ્ધ ઝંખવાવ ની યુવતી (ફરિયાદી) એ રાંદેર પોલીસ સ્ટેશન માં મુખ્ય આરોપી પ્રતીક પટેલ વિરુદ્ધ લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારેલ અને ઘર ના માતાપિતા સહિત બીજા અન્ય તમામ સભ્યો એ ભોગ બનનાર (ફરિયાદી) ને જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કરી માર ૨મારવામાં આવેલ જે બાબતે ભોગ બનનાર એ વાંકલ પોલીસ સ્ટેશનમાં ” ઝીરો” નંબર થી એટ્રોસિટી વિથ રેપ ની ફરિયાદ નોંધાવેલ અને જેની તપાસ રાંદેર પોલીસ ઘ્વારા કરવામાં આવતા,જેમાં મુખ્ય આરોપી પ્રતીક પટેલ સહિત આરોપી ના પરિવાર ના તમામ પુરુષ સભ્યોની પોલીસ ઘ્વારા ધરપકડ કરી લાજપોર જેલ કસ્ટડી કરવામાં આવેલ અને જેમાં મુખ્ય આરોપી સહિત પિતા- ભાઈ – બનેવી ઘ્વારા પોતાના ન્યાયિક બચાવ માટે અને જમીન મુક્તિ માટે એડવોકેટ અજેન એ.પટેલ નાઓ ને રોકવામાં આવેલ હતા અને જે તમામ આરોપીઓ ની જમીન મુક્તિ ની કામગીરી સુરત ના જાણીતા વકીલશ્રી એવા અજેન એ.પટેલ ઘ્વારા કરવામાં આવેલ અને જેમાં આરોપી તરફે બચાવ ની દલીલો માં એડવોકેટ અજેન એ.પટેલ ઘ્વારા કોર્ટમાં પોતાની દલીલો માં જાણવામાં આવેલ કે ભોગ બનનાર (ફરિયાદી) ને મુખ્ય આરોપી સાથે પ્રેમ સંબંધ હોય અને જેમાં ભોગ બનનારની સંમતિ થી સંબંધ પ્રસ્થાપિત થયા હોય તો ફરિયાદી અને ફરિયાદી ના પરિવાર ઘ્વારા કેસને ખોટું સ્વરૂપ આપવામાં આવેલ છે અને ભોગ બનનાર યુવતીના અન્ય યુવાન સાથે લગ્ન થઈ ગયેલ હોવા છતાં એ લગ્ન ની વાત મુખ્ય આરોપી પ્રતીક અને તેના પરિવાર થી પોતાના અગાઉ લગ્ન થઈ ગયેલા ની વાત છુપાવેલ છે અને ફરિયાદી યુવતી ના એક લગ્ન થઈ ગયા હોવા છતાં બીજા લગ્ન કેવી રીતે કરી શકે?? અને જે બાબત ની જાણ આરોપી ના પરિવાર ના સભ્યોને થતા આરોપી ના પરિવાર ના સભ્યો એ લગ્ન માટે નકારતા, અને બનાવ ના દિવસે મુખ્ય આરોપી અને ફરિયાદી યુવતી નું અકસ્માત થતા યુવતી ને ઇજા થતા સારવાર આરોપી ના પરિવાર ના સભ્યો એ કરાવેલ અને વધુ સારવાર નો ખર્ચ આપવા બાબતે ના પાડતા ફરિયાદી ઘ્વારા એટ્રોસિટી કાયદા નો ખોટો દુરુપયોગ કરી હાલ ની ખોટી ફરિયાદ નોંધાવેલ છે જે બાબત ની દલીલો ને આધારે આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવેલ હતા.
અને અતિ મહત્વની વાત ઘરની ત્રણેય મહિલા સભ્યો જેમા માતા-ભાભી- બહેન સહિત તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટે માં પણ એડવોકેટ અજેન એ.પટેલ ઘ્વારા હાજર રહી મહિલાઓની આ કેસમાં પોલીસે ધરપકડ નહીં કરવા અને તપાસ કરી ચાર્જશીટ કોર્ટ માં રજૂ નહીં કરવા બાબતે રજૂઆત કરેલ અને ગુજરાત હાઈકોર્ટે ઘ્વારા તમામ મહિલાઓ વિરુદ્ધ ના કેસ બાબતે સ્ટે નો હુકમ કરવામાં આવેલ છે.
આમ બળાત્કાર ના કેસ ના મુખ્ય આરોપી સહિત પરિવાર ના તમામ સભ્યો એ પોતાના બચાવ માટે અને જમીનમુક્તિ માટે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે માં કેસમાં રાહત મેળવવા માટે એડવોકેટ અજેન એ.પટેલ નાઓ ઘ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂઆતો ને ધ્યાનમાં રાખી તમામ સભ્યો ને જમીન ઉપર મુક્ત કરવામાં આવેલ હતા.
ગુનાની ફરિયાદ નોંધાયાના ૩ (ત્રણ) મહિના બાદ પરિવાર ના તમામ સભ્યો આજે એક થયા હતા. અને પરિવાર માં વિખૂટા પડેલા તમામ સભ્યો ભેગા થતા પરિવાર માં લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા અને પરિવાર ના તમામ સભ્યો એ એડવોકેટ અજેન પટેલ નો આભાર માન્યો હતો..
યુવતી ના અન્ય યુવાન સાથે ના લગ્ન ના ફોટા અને આરોપી અને ફરિયાદી ને થયેલ રોડ અકસ્માત બાદ આરોપી ઘ્વારા સારવાર કરવામાં આવેલ જે બનાવ ની બાબત વકીલ અજેન પટેલ ઘ્વારા દલીલ સહિત પુરાવા રજુ કરતા અને બચાવપક્ષની આક્રમક રજૂઆત જમીન મુક્તિ ના કેસમાં ટર્નિગ પોઇન્ટ સાબિત થઈ.