Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુરત સહિત દેશ-વિદેશના ૪૦ યુવાન મ્યાનમારમાં બંધક નોકરી માટે થાઈલેન્ડ લઈ ગયા, બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપ્યા

    સુરત સહિત દેશ-વિદેશના ૪૦ યુવાન મ્યાનમારમાં બંધક નોકરી માટે થાઈલેન્ડ લઈ ગયા, બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપ્યા

    City Today DailyBy City Today DailySeptember 1, 2025

    સુરત, તા.૦૧

    સુરત સાયબર ક્રાઈમની ટીમને ઇન્ટરનેશનલ સ્લેવરી રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાના બહાને ભારતનાં અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના ૪૦ યુવાનને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી કપટપૂર્વક શોષણ કરવાને ઇરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંજાબના પટિયાલાના ઝિરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે. ભારતના અલગ અલગ રાજ્ય, જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે. રાજ્યોમાંથી કુલ ૪૦ યુવાનને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ ૧૨ જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.
    સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં ૐઇ મેનેજર હોવાનું ખૂલ્યું હતું. નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર, એન્ઝો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ, વિમ, કુંપેંગ, એલોંગ, શશાંક, સ્ટ્રોંગ એમ ૧૧ સાગરીતનાં નામ લખાવ્યાં હતાં. એ તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના અપાવવાની લાલચ અપાતી હતી. ઊંચા પગારે નોકરીની લાલચ આપી ભારતના ૩૭, શ્રીલંકાના ૨, પાકિસ્તાનના ૧ એમ ૪૦ જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફત બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા.

    Post Views: 260
    બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપ્યા સુરત સહિત દેશ-વિદેશના ૪૦ યુવાન મ્યાનમારમાં બંધક નોકરી માટે થાઈલેન્ડ લઈ ગયા
    Previous Articleધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની ઉપસ્થિતીમાં અમદાવાદ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર તેમજ સમાજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન
    Next Article શહેરમાં પકડાયેલી ગેન્ગે અનેકને ‘ડિજિટલ ગુલામ’ બનાવ્યાની શંકા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.