Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, September 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » શહેરમાં પકડાયેલી ગેન્ગે અનેકને ‘ડિજિટલ ગુલામ’ બનાવ્યાની શંકા

    શહેરમાં પકડાયેલી ગેન્ગે અનેકને ‘ડિજિટલ ગુલામ’ બનાવ્યાની શંકા

    City Today DailyBy City Today DailySeptember 2, 2025

    મ્યાનમાર-ચીન બોર્ડર પર મિલિટરી સપોર્ટથી સાયબર સ્લેવરી

    ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ

    કરવામાં આવે છે અને ગુના કરવા માટે દબાણ કરવામાં આવે છે

    સુરત, તા.૨

    સુરતમાં સાયબર ટીમે આંતરરાષ્ટÙીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યાે છે. સુરત સાયબર સેલની ટીમે ૩ આરોપીઓની ધરપકડ કરી છે. નોકરીની લાલચે યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યૂટર વર્કની નોકરીની લાલચ આપી હતી. ભારત ભરમાંથી ૪૦ લોકોને મ્યાનમારમાં ગોંધી રાખ્યા હતા. પંજાબનો મુખ્ય સૂત્રધાર નિવર ચૌધરી સહિત ૩ ઝડપાયા છે. સુરતના આશિષને સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
    આ પ્રકારે અનેક લોકોને “ડિજિટલ ગુલામ” બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જાન્યુઆરી ૨૦૨૨ થી મે ૨૦૨૪ સુધીમાં ૭૩૧૩૮ લોકો વિઝિટર વિઝા પર કંબોડિયા, થાઇલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ ગયા હતા, તેમાંથી ૨૯૪૬૬ લોકો હજુ સુધી પાછા ફર્યા નથી. સુરતમાં સ્લેવરીનું રેકેટ પકડનારા પોલીસ અધિકારીઓના વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ, દુનિયાભરના લોકો ફિશિંગ, ઓનલાઈન શોપિંગ ળોડ, ક્રિપ્ટો સ્કેમ્સ, મેટ્રિમોનિયલ ળોડ, ઓટીપી હેકિંગ અને ‘ડિજિટલ એરેસ્ટ’ જેવા સાયબર ગુનાઓ વધી રહ્યા છે ત્યારે બીજા એક નવો ખતરો બહાર આવ્યો છે. તેને ‘ડિજિટલ ગુલામી’ કહેવાય છે. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતમાં પકડાયેલી આ ગેંગ બેરોજગાર યુવાનોને સુવર્ણ ભવિષ્યના સપના બતાવીને ગુલામ બનાવતી હતી. તેમની જાળમાં ફસાયેલા લોકોને પહેલા વિઝિટર વિઝા પર થાઈલેન્ડ બોલાવવામાં આવતા હતા, પછી ગુપ્ત રીતે નદી પાર કરીને મ્યાનમારમાં ધકેલી દેવામાં આવતા હતા. શરૂઆતમાં, તેમને ખાતરી આપવામાં આવતી હતી કે, કામ સરળ રહેશે. તેમણે કમ્પ્યુટર પર કોલિંગ જાબ્સ અથવા ડેટા એન્ટ્રીનું કામ કરવું પડશે. જાકે, જ્યારે વાસ્તવિકતા ખબર પડી ત્યારે લોકો ચોંકી ગયા. તેમના પર દબાણ લાવીને તેમને બળજબરીથી સાયબર ફ્રોડમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
    સરકારી આંકડા આ પ્રકારના રેકેટનો વ્યાપ ખૂબ મોટો હોવાની સંભાવનાને બળ આપે છે. ગૃહ મંત્રાલયના બ્યુરો ઓફ ઇમિગ્રેશનનો રિપોર્ટ કહે છે કે, ગત જાન્યુઆરી ૨૦૨૨ થી મે ૨૦૨૪ સુધીમાં કુલ ૭૩૧૩૮ ભારતીયો વિઝિટર વિઝા પર કંબોડિયા, થાઇલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામ ગયા હતા. ચોકાવનારી હકીકત એવી છે કે, આમાંથી ૨૯૪૬૬ લોકો હજુ સુધી ભારતમાં પાછા ફર્યા નથી. પાછા નહીં આવનારાઓમાં અડધાથી વધુ ૨૦ થી ૩૯ વર્ષની વયના યુવાનો છે અને લગભગ ૯૦ ટકા પુરુષો છે.પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ, સાયબર ગુલામીને ડિજિટલ ગુલામી અથવા ઓનલાઈન ગુલામી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ અને ટેકનોલોજી દ્વારા વ્યક્તિઓનું શોષણ કરવામાં આવે છે અને ગુના કરવા માટે દબાણ કરવામાં આવે છે.
    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

    Post Views: 269
    શહેરમાં પકડાયેલી ગેન્ગે અનેકને ‘ડિજિટલ ગુલામ’ બનાવ્યાની શંકા
    Previous Articleસુરત સહિત દેશ-વિદેશના ૪૦ યુવાન મ્યાનમારમાં બંધક નોકરી માટે થાઈલેન્ડ લઈ ગયા, બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપ્યા
    Next Article અડાજણમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.