(સિટી ટુડે) અમદાવાદ :
દરિયાપુર મ્યુનિસિપલ કોર્પોરેટરઓ નીરવ બક્ષી, ઈમ્તિયાઝ શેખ, શેખ સમીરા મોહંમદયુસુફ (માર્ટીન) અને સુ માધુરીબેન ધ્રુવ કલાપી ના રૂા. ૨૦ લાખના સંયુક્ત બજેટમાંથી પીરાન બીબીમા સાહેબા કબ્રસ્તાન, અમદુપુરા, કાલુપુર ખાતે સી.સી. રોડ બનાવવાનું કામ પૂર્ણ થતાં તેની લોકાર્પણ વિધિ આજ રોજ તા. ૨૯-૯-૨૦૨૫ને સોમવાર બપોરે ૧-૦૦ કલાકે કરવામાં આવી હતી. દરિયાપુર વોર્ડના ચારેય કાઉન્સિલરોનું પીરાનબીબીમા સાહેબ કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીપીસીસી વરિષ્ઠ આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસ આગેવાન અને સામાજિક કાર્યકર જુનેદ શેખ, સીનીયર કોંગ્રેસ આગેવાન ગનીભાઈ મેમણ, શકીલભાઈ ઘાંચી, પૂર્વ કાઉન્સીલર સુ મોનાબેન પ્રજાપતિ, હુસેન શેખ, ઝહીર શેખ, ભૂપેશ પ્રજાપતિ, રશીદભાઈ મુલ્લા, ડો. અસલમ, કુતુબભાઈ, ઈલ્યાસ ખન્ના, નૌશાદભાઈ, મુન્નાભાઈ, શૌકત પટેલ, વાહીદભાઈ, ફહીમ ખલીફા, મકબુલ અન્સારી, મુસ્તુફા પઠાણ, રીઝવાનભાઈ અને હારુનભાઈ હાજર રહ્યા હતા.







