Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Saturday, July 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન

    દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન

    City Today DailyBy City Today DailyOctober 29, 2025

    જાધપુર, તા.૨૯

    સુરત અને જાધપુરમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ૮૬ વર્ષીય આસારામને રાજસ્થાન હાઈકોર્ટે તબીબી કારણોસર ૬ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. આ વખતે, આસારામની સાથે ત્રણ પોલીસ કર્મચારીઓ રાખવાની શરત દૂર કરાઈ છે, જેથી હવે જામીન દરમિયાન આસારામ સાથે પોલીસ રહેશે નહીં. જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. વર્ષ ૨૦૧૩માં જાધપુરમાં એક સગીરે આસારામ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, જાધપુર પોલીસે આસારામને તેમના છિંદવાડા આશ્રમમાંથી ધરપકડ કરી, તેમને જાધપુર લાવીને સેન્ટ્રલ જેલમાં મોકલી દીધા. ૨૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ, જાધપુરની એક કોર્ટે જાતીય ગેરવર્તણૂક બદલ આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આસારામે સજા પર રોક લગાવવા માટે અરજી દાખલ કરી, પરંતુ રાહત નકારી કાઢવામાં આવી. આસારામે ૨૦૨૫માં તબીબી સારવાર માટે વચગાળાના જામીન માંગ્યા.
    સુપ્રીમ કોર્ટે ૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાત કેસમાં તબીબી સારવાર માટે આસારામને વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી, રાજસ્થાન હાઈકોર્ટે પણ આસારામને વચગાળાના જામીન આપ્યા હતા, જે સમયાંતરે લંબાવવામાં આવતા હતા. જાકે, ૨૭ ઓગસ્ટના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો અને તેમના શરણાગતિનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આસારામે આત્મસમર્પણ કર્યું.
    જાધપુર કેસઃ જાધપુરના મનાઈ આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના કેસમાં ૨ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ જાધપુર પોલીસે આસારામની તેમના ઇન્દોર આશ્રમમાંથી ધરપકડ કરી હતી. ૨૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ જાધપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારી. ૧૪ જાન્યુઆરીએ રાજસ્થાન હાઈકોર્ટે આ કેસમાં આસારામને ૩૧ માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર કોર્ટે તેમને ૩ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા.
    ગાંધીનગર કેસઃ ગુજરાતના ગાંધીનગર Âસ્થત આશ્રમની એક મહિલાએ આસારામ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ કોર્ટે આ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ૭ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ કેસમાં આસારામને ૩૧ માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા.
    ૨૮ માર્ચે ગુજરાત હાઈકોર્ટે ફરીથી આસારામને ૩ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ સિવાય ૨૭ જૂને ગુજરાત હાઈકોર્ટે ૭ જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યારબાદ ૩ જુલાઈએ જામીન ૧ મહિનો સુધી વધાર્યા હતા. ત્યાર પછી ૭ ઓગસ્ટ, ૨૦૨૫એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ ૨૧ ઓગસ્ટ સુધીના હંગામી જામીન વધારી આપ્યા હતા. જ્યારે આ પહેલાં રાજસ્થાન હાઈકોર્ટે ૨૯ ઓગસ્ટ સુધીના હંગામી જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.

    Post Views: 180
    દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન
    Previous Articleઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો, ૧૦૦થી વધુના મોત
    Next Article મેફેડ્રોન ડ્રગ્સનુ વેચાણ કરતા શખ્સોને ૨૦૪.૭૦ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડતી લાલગેટ પોલીસ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.