Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Friday, May 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો, ૧૦૦થી વધુના મોત

    ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો, ૧૦૦થી વધુના મોત

    City Today DailyBy City Today DailyOctober 29, 2025

    ટ્રમ્પે ઘણા પ્રયત્નો પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કર્યો, પરંતુ હવે તેમના પ્રયાસો ઉલટા પડ્યા

    ગાઝા, તા.૨૯

    અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગાઝા શાંતિ કરાર આખરે નિષ્ફળ ગયો છે. ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હવાઈ હુમલો કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પર વિસ્ફોટક હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હમાસના વારંવારના હુમલાઓને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ટ્રમ્પે વિશ્વના ઘણા મોટા નેતાઓની સામે શાંતિ કરારમાં મધ્યસ્થી કરી હતી, પરંતુ હવે આ કરાર તૂટી ગયો છે. મીડિયા અહેવાલ મુજબ, ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં ૧૦૦ લોકો માર્યા ગયા છે. ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હોÂસ્પટલમાં દાખલ કરાયા છે. ઇઝરાયલ સંરક્ષણ પ્રધાન કાત્ઝે હમાસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેણે ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો છે અને મૃત્યુ પામેલા બંધકોને પરત કરવાની શરતનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ હમાસે દાવો કર્યો છે કે તેણે કોઈ હુમલો કર્યો નથી કે શાંતિ કરાર તોડ્યો નથી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે છે. તેમણે હમાસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે તેણે યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હમાસ ટ્રમ્પના શાંતિ કરારનું પાલન કરી રહ્યું નથી. તેણે પહેલા ઇઝરાયલી બંધકોને પરત કરવાનો ઇનકાર કર્યો હતો અને પછી જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે બહાના બનાવવાનું શરૂ કર્યું. અમેરિકન રાષ્ટપતિ ટ્રમ્પે ઘણા પ્રયત્નો પછી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર કર્યો, પરંતુ હવે તેમના પ્રયાસો ઉલટા પડ્યા છે.  ઇઝરાયલે હમાસ પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે હમાસે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ટ્રમ્પે શાંતિ કરાર માટે ૧૦ મુખ્ય મુદ્દાઓ નક્કી કર્યા હતા, જેમાં બંધકોની મુÂક્તનો પણ સમાવેશ થાય છે, પરંતુ હવે તેનો પણ અમલ થતો નથી.

    Post Views: 213
    ૧૦૦થી વધુના મોત ઇઝરાયલે ગાઝા પર ફરી કર્યો હવાઈ હુમલો
    Previous Articleરાહુલ ગાંધીનું “ગુજરાત મિશન” 15 નવેમ્બરથી શરૂ થશે
    Next Article દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.