Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, July 30
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક ૧૦ લાખ મેળવો, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો!

    ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક ૧૦ લાખ મેળવો, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો!

    City Today DailyBy City Today DailyNovember 26, 2025

    નવી દિલ્હી,તા.૨૬
    કેન્દ્રીય મંત્રી અને કરીમનગરના સાંસદ બંદી સંજય કુમારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેમના સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ‘આ ગામોને ૧૦ લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવશે.‘ હવે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ચર્ચામાં છે. તેલંગાણામાં ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે.મંત્રીએ આરોપ લગાવ્યો કે, ભારત રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસની પૂર્વ સરકારોએ સર્વાનુમતે અધિકારીઓની પસંદગી કરતી પંચાયતોને પૈસા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ કોઈ પૈસા નહોતા મળ્યા. તેમણે મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં મતદારોને આ વખતે આવી ચાલમાં ન ફસાવા વિનંતી કરી છે.પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘કરીમનગર ગામો: ભાજપ સમર્થિત ઉમેદવારને સર્વસંમતિથી ચૂંટો અને વિકાસ માટે તાત્કાલિક ૧૦ લાખ મેળવો. જાે કરીમનગર લોકસભા મતવિસ્તારમાં તમારું ગામ સર્વસંમતિથી ભાજપ સમર્થિત સરપંચને ચૂંટે છે, તો હું વિલંબ કર્યા વિના અને કોઈ પણ બહાના કર્યા વિના તે ગામના વિકાસ માટે સીધા ૧૦ લાખ આપીશ.‘કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સંજય કુમારે કહ્યું કે સાંસદ હોવાથી મારી પાસે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ ભંડોળ ઉપલબ્ધ છે. સંજય કુમારે કરીમનગરના લોકોને ભારત રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસના ઝાંસામાં ન આવવા અપીલ કરી અને કહ્યું કે, માત્ર ભાજપ જ પૈસા આપશે.તેમણે ચેતવણી આપી કે, જાે ‘ભૂલથી‘ વિપક્ષી ઉમેદવારો જીતશે તો નવું ભંડોળ નહીં મળશે અને કેન્દ્રીય ભંડોળ પણ વિભાજિત થઈ શકે છે. તેલંગાણા રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં ૧૧, ૧૪ અને ૧૭ ડિસેમ્બરે ત્રણ તબક્કામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

    Post Views: 109
    કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો! ભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક ૧૦ લાખ મેળવો
    Previous Articleગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપવા માટેનો ઐતિહાસિક અને ભવ્ય ઇનામ વિતરણ સમારોહ રવિવાર, 23 નવેમ્બર 2025ના રોજ અમદાવાદના ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કમ્યુનિટી હોલમાં સફળતાપૂર્વક યોજાયો.
    Next Article ગુજરાત માટે ઐતિહાસિક દિવસ, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બન્યું અમદાવાદ

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે અરશદ જરીવાલાની નિમણૂક

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.