Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાત માટે ઐતિહાસિક દિવસ, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બન્યું અમદાવાદ

    ગુજરાત માટે ઐતિહાસિક દિવસ, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બન્યું અમદાવાદ

    City Today DailyBy City Today DailyNovember 26, 2025

    અમદાવાદ,તા.૨૬
    ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની ૨૦૩૦ની યજમાની અમદાવાદને આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હતી. જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે.અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે.

    એટલું જ નહીં, ૨૦૩૦ માટે અમદાવાદને યજમાની મળતાં એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની ૧૦૦મી વર્ષગાંઠ પણ હશે.કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, આપણા દેશમાં કોમનવેલ્થ રમાય તે ખૂબ ગર્વની વાત છે. તમામ ભારતીય માટે ખૂબ ગર્વની વાત છે. આપણા ત્યાંના ખેલાડીઓને પણ તક મળશે. દેશ-દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે, તે દરેક લોકો આંખે જાેઈ શકશે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આના સફળ આયોજન પછી ઓલિમ્પિક માટેનો આપણો દાવો વધુ મજબૂત થશે. ગુજરાત યજમાની કરવામાં ક્યારેય પાછળ રહેતું નથી. કોમેનવેલ્થ ગેમ ઓલિમ્પિક માટેના દરવાજા ખોલી આપશે, તેવો મને વિશ્વાસ છે.

    કોમનવેલ્થ સ્પોર્ટએ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો ર્નિણય લે છે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ, વિઝન અને ઇફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે.ઓસ્ટ્રેલિયાએ ૫ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. હવે ભારતની વાત કરીએ તો ભારતે અત્યાર સુધીમાં ૩ મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં ૧૯૫૧ અને ૧૯૮૨ એશિયન ગેમ્સ અને ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે. આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું.

    Post Views: 224
    કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦નું યજમાન બન્યું અમદાવાદ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ
    Previous Articleભાજપના ઉમેદવારને ચૂંટો અને તાત્કાલિક ૧૦ લાખ મેળવો, કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોને વાયદો!
    Next Article SIR કરતાં-કરતાં ૨૩ BLOના મોત, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી

    Related Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    July 21, 2026

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    July 16, 2026

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    July 12, 2026
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.