Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો

    મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો

    City Today DailyBy City Today DailyNovember 29, 2025

    કોલકાતા, તા.૨૯
    કેન્દ્ર સરકારના નવા વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫નો મહિનાઓ સુધી જાહેરમાં વિરોધ કર્યાં બાદ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આખરે આ કાયદાને સ્વીકાર કરી લીધો છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કાર્યવાહી કરીને ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં રાજ્યની લગભગ ૮૨,૦૦૦ વક્ફ મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ કરવાનો આદેશ આપ્યો છે.

    અહેવાલો અનુસાર, મમતા સરકારનો આ યુ-ટર્ન રાજકીય રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અગાઉ જાહેરમાં જાહેરાત કરી હતી કે તેઓ પશ્ચિમ બંગાળમાં આ નવા કાયદાને લાગુ થવા દેશે નહીં. એપ્રિલમાં જ્યારે સંસદમાં આ બિલ પસાર થયું હતું, ત્યારે રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા.

    તેમણે નવમી એપ્રિલના રોજ જૈન સમુદાયના એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે, હું બંગાળમાં વક્ફ સુધારા કાયદાને લાગુ થવા દઈશ નહીં… તેમનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. રાજ્ય સરકારે ત્યારબાદ કાયદાકીય લડાઈ પણ લડી હતી, પરંતુ કોર્ટમાંથી તેમને કોઈ અનુકૂળ ર્નિણય મળ્યો નહોતો. કાયદાની કલમ  3B સ્પષ્ટ આદેશ આપે છે કે બધી નોંધાયેલ વક્ફ મિલકતોની માહિતી છ મહિનાની અંદર કેન્દ્રીય પોર્ટલ પર અપલોડ થવી જાેઈએ. આ સમયમર્યાદા પૂરી થવાના આરે હોવાથી રાજ્ય વહીવટીતંત્રે હવે તાત્કાલિક ડેટા-એન્ટ્રી પ્રક્રિયા શરુ કરવાના પગલાં લીધા છે.

    વક્ફ સુધારો અધિનિયમ ૨૦૨૫માં કરવામાં આવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ વિવાદનું કેન્દ્ર બની હતી. વક્ફ બોર્ડ અને વક્ફ ટ્રિબ્યુનલમાં બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક કરવી. કોઈપણ મિલકતને વક્ફ તરીકે જાહેર કરવા અંગે સરકારનો અંતિમ ર્નિણય માન્ય ગણવો. આ જાેગવાઈઓના કારણે જ પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જાે કે, કેન્દ્રના આદેશનું પાલન કરવું રાજ્ય સરકાર માટે ફરજિયાત બનતાં મમતા સરકારે કાયદાનો સ્વીકાર કરવો પડ્યો છે.

    Post Views: 124
    મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો
    Previous Articleભાઈચારાનું ઉદાહરણ, મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો
    Next Article જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે : મૌલાના મદની

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.