Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, May 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે : મૌલાના મદની

    જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે : મૌલાના મદની

    City Today DailyBy City Today DailyNovember 29, 2025
    • મૌલાના મદનીએ આરોપ લગાવ્યો કે મુસલમાનોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમના ધામિર્ક પોશાક, ઓળખ અને જીવનશૈલી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે
    • સુપ્રીમ કોર્ટને ત્યારે જ સુપ્રીમ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે : ભોપાલમાં એક કાર્યક્રમમાં બોલ્યા મૌલાના મદની

    ભોપાલ, તા.૨૯
    જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ ભોપાલમાં એક કાર્યક્રમમાં ન્યાયતંત્રના તાજેતરના ર્નિણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના ર્નિણયથી એવું પ્રતીત થાય છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે. અદાલતોના ઘણા એવા ર્નિણયો સામે આવ્યા છે, જેમાં બંધારણમાં આપવામાં આવેલા લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. તેમણે કહ્યું કે, ૧૯૯૧ના ઉપાસના સ્થળ અધિનિયમ છતાં અન્ય કેસોમાં જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે આનું ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટને ત્યારે જ સુપ્રીમ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે, જાે આવું ન થાય તો સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કહેવાનો અધિકાર નથી.

    મદનીએ કહ્યું કે, હાલના સમયમાં દેશમાં ૧૦% લોકો મુસ્લિમોના પક્ષમાં છે, ૩૦% તેમની વિરુદ્ધ છે, જ્યારે ૬૦% લોકો મૌન છે. તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તમે આ ૬૦% મૌન લોકો સાથે સંવાદ કરો અને પોતાની વાત તેમની સામે રાખો, કારણ કે જાે આ જ વર્ગ મુસ્લિમોની વિરુદ્ધ થઈ ગયો તો તે દેશમાં મોટો ખતરો ઊભો થઈ શકે છે.

    જેહાદ અંગે મૌલાના મદનીએ કહ્યું કે, આજે સરકાર અને મીડિયા એક પવિત્ર શબ્દને સંપૂર્ણ ખોટી રીતે દુનિયા સામે રજૂ કરી રહ્યા છે. જેહાદને લવ જેહાદ, થૂક જેહાદ, જમીન જેહાદ જેવા શબ્દો સાથે જાેડીને બદનામ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જેહાદ હંમેશાથી પવિત્ર રહ્યો છે અને બીજાના ભલા માટે અને સારા માટે બતાવવામાં આવ્યો છે.તેમણે આગળ કહ્યું કે, જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે. જ્યાં અન્યાય થશે ત્યાં જેહાદ થશે. એક ધર્મનિરપેક્ષ દેશ ભારતમાં જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, ત્યાં જેહાદની કોઈ ચર્ચા નથી. અહીં મુસ્લિમો બંધારણ પ્રત્યે વફાદારી દર્શાવે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. જાે સરકાર આમ ન કરે તો તેના માટે સરકાર જ જવાબદાર રહેશે.

    હવે મહમૂદ મદનીના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. સંબિત પાત્રાએ કહ્યું કે, ભોપાલમાં તેમના દ્વારા આપવામાં આવેલું નિવેદન ભડકાઉ અને દેશના ભાગલા પાડનારું હતું. જેહાદના નામે જે પ્રકારે લોકોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ આતંક ફેલાવ્યો છે તે અમે જાેયું છે. મૌલાના મદનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટને સુપ્રીમ કહેવાનો કોઈ અધિકાર નથી, તો સુપ્રીમ કોર્ટે મૌલાના મદનીના નિવેદન પર સ્વત: સંજ્ઞાન લેવું જાેઈએ અને તેની સુનાવણી કરવી જાેઈએ. મૌલાના મદનીએ કહ્યું કે આજની રાજનીતિમાં મુઘલોના નામે મુસલમાનોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ શાસકના અત્યાચારને ઇસ્લામ સાથે જોડવું સદંતર ખોટું છે. ઇસ્લામનો સંદેશ ન્યાય અને માનવતા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું—“મૃત કોમો પરિસ્થિતિઓ સામે શરણાગતિ સ્વીકારી લે છે, પરંતુ જીવંત કોમો પોતાના હક અને ઓળખ પર સમાધાન કરતી નથી.” તેમણે યુવાનોને નિરાશા છોડીને બંધારણીય અધિકારો માટે જાગૃત રહેવાની અપીલ કરી. રાજ્યના સહકારિતા, રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી વિશ્વાસ સારંગે મૌલાના મદનીના વંદે માતરમ સંબંધિત નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું—“હિન્દુસ્તાનની હવા-પાણીમાં જીવીને જો કોઈ વંદે માતરમ પર સવાલ ઉઠાવે છે, તો આ બંધારણીય વ્યવસ્થાનું અપમાન છે. ખાય છે હિન્દુસ્તાનનું અને ગાય છે કોઈ બીજાનું- આ હવે નહીં ચાલે.” તેમણે કહ્યું કે બંધારણ અને સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાઓ પર ટિપ્પણી કરવી ખૂબ જ ગંભીર બાબત છે.

    Post Views: 130
    જ્યાં સુધી અન્યાય હશે ત્યાં સુધી જેહાદ રહેશે : મૌલાના મદની
    Previous Articleમમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો
    Next Article હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં : શિંદે

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.