Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, July 26
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સુપરવાઇઝરના દબાણથી કંટાળી BLOનો આત્મહત્યાનો પ્રયાસ

    સુપરવાઇઝરના દબાણથી કંટાળી BLOનો આત્મહત્યાનો પ્રયાસ

    City Today DailyBy City Today DailyDecember 3, 2025

    મેરઠ, તા.૩
    ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના બાબુએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે. મોહિતની બૂથ લેવલ ઓફિસર તરીકે ‘સર’ની કામગીરીમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ ગંભીર હાલતમાં મેરઠની લોકપ્રિય હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઢ રોડ સ્થિત મુરલીપુરા ગામના રહેવાસી મોહિતને પલ્લવપુરમમાં બીએલઓ તરીકેની ડ્યૂટી આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કામ પૂરું ન થવાને કારણે સુપરવાઇઝર આશિષ શર્મા દ્વારા તેમના પર સતત દબાણ બનાવવામાં આવતું હતું. મંગળવારે પણ સુપરવાઇઝરે ઝડપથી કામ પૂરું કરવા દબાણ કરતાં મોહિતે નારાજ થઈને ઘરે જઈ ઝેર ખાધું હતું.
    મોહિતની પત્ની જ્યોતિએ જણાવ્યું હતું કે આ સતત દબાણને કારણે મોહિત ડિપ્રેશનમાં હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે બીએલઓ ની ડ્યૂટી સોંપવામાં આવી હોવા છતાં મોહિતને કોઈ તાલીમ આપવામાં આવી નહોતી. ઘટના બાદ વિભાગીય યુનિયનના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં જઈને હંગામો પણ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

    Post Views: 131
    સુપરવાઇઝરના દબાણથી કંટાળી BLOનો આત્મહત્યાનો પ્રયાસ
    Previous Articleબાબરી જેવી મસ્જિદનો શિલાન્યાસ કરીશ, જાે મને રોક્યો તો હાઇવે પર કબજાે કરશે મુસલમાનો : ધારાસભ્ય હુમાયુ કબીર
    Next Article વિપક્ષના હોબાળા બાદ મોદી સરકાર ઝૂકી, નવા ફોનમાં ‘સંચાર સાથી’ એપનો પ્રી-ઇન્સ્ટોલેશન ઓર્ડર પાછો ખેંચ્યો

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    ખંડણી, સાયબર બદનામી તથા સંગઠિત ગુનાની તપાસમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ, ડિજિટલ પુરાવા સુરક્ષિત કરવા તથા તપાસ ઉચ્ચ એજન્સીને સોંપવા માંગ : હાજી જુમા રાયમા

    ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ખંડણી કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.