Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રખડતા શ્વાનનો આતંક યથાવત, શ્વાને હુમલો કરતા ૪ વર્ષની બાળકી લોહીલુહાણ

    રખડતા શ્વાનનો આતંક યથાવત, શ્વાને હુમલો કરતા ૪ વર્ષની બાળકી લોહીલુહાણ

    City Today DailyBy City Today DailyDecember 4, 2025

    સુરત, તા.૦૪
    સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે, જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલ ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી, જ્યાં ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો. મહત્વનું છે કે, માસૂમ બાળકો પર સુરત શહેરમાં રખડતા કુતરાના હુમલાની ત્રણ દિવસમાં આ બીજી ઘટના છે.

    મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન, અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને બાળકીને પકડી પાડી હતી અને તેના માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આડેધડ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી.

    આ હુમલામાં બાળકીને શરીર પર ૧૦થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ, બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર અને ઈજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે.

    પીડિત બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)નો છે અને હાલમાં સુરતના વરીયાવી બજાર ધાસ્તીપુરા ખાતેના ગુલશન પાર્કમાં રહે છે. બાળકીના પિતા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા અને બાળકી સહિત અન્ય ત્રણ બહેનો છે. પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા આ જીવલેણ હુમલાથી પરિવાર પર આભ ફાટી પડ્યં છે અને તેઓ ચિંતાતુર બન્યા છે. આ વિસ્તારમાં શ્વાનના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જાેવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમની નસબંધીની કાર્યવાહી કે અન્ય કોઈ નિયંત્રણની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવતી નથી. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.

    Post Views: 200
    રખડતા શ્વાનનો આતંક યથાવત શ્વાને હુમલો કરતા ૪ વર્ષની બાળકી લોહીલુહાણ
    Previous Articleસુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ
    Next Article ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, મદીનાથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઇટ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.