Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, June 15
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત : નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડીશું

    બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત : નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડીશું

    City Today DailyBy City Today DailyDecember 7, 2025

    આ સંભવિત ગઠબંધન બંગાળમાં બીજેપી અને TMC બંનેને રોકવા માટે એક મજબૂત વિકલ્પ રજૂ કરશે

    કોલકાતા, તા.૭

    પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો અને મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ TMC માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી સંરચનાનો શિલાન્યાસ કર્યાના થોડા જ કલાકો બાદ મોટા ગઠબંધનની જાહેરાત કરી છે. શનિવારે કબીરે કહ્યું કે, તેઓ AIMIM વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે અને બંને પક્ષો આગામી ચૂંટણીઓમાં સાથે મળીને મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. હુમાયુ કબીરે જણાવ્યું કે, આ સંભવિત ગઠબંધન બંગાળમાં ભારતીય જનતા પાર્ટી NJP અને TMC બંનેને રોકવા માટે એક મજબૂત વિકલ્પ રજૂ કરશે. આ અંગે હુમાયુ કબીરે કહ્યું કે, અમે ઓવૈસીની પાર્ટી સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને સાથે મળીને આગળ આવવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ ગઠબંધન રાજકીય રીતે એક મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે. બંગાળના રાજકારણમાં ગેમચેન્જર બનવાનો દાવો કરતા કબીરે પોતાની નવી પાર્ટીની યોજનાઓ જણાવતા કહ્યું કે, હું એક નવી પાર્ટી બનાવીશ જે મુખ્યત્વે મુસલમાનો માટે કામ કરશે.

    તેમજ આગામી બંગાળ ચૂંટણીમાં ૧૩૫ બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. હું AIMIM સંપર્કમાં છું અને તેની સાથે જ ચૂંટણી લડીશ. મેં ઓવૈસી સાહેબ સાથે વાત કરી છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે હુમાયુ દ્વારા બેલડાંગામાં પ્રસ્તાવિત બાબરી મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમને લઈને રાજ્યમાં રાજકીય હલચલ વધી છે. આ કાર્યક્રમ સાથે જાેડાયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં સમર્થકો માથા પર ઈંટો લઈને જમીન પર એકઠા થતા જાેવા મળ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં લોકો તે સ્થળે પહોંચીને ઈંટો જમા કરી રહ્યા છે અને દાનપેટીમાં રૂપિયા આપીને નિર્માણ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે. હુમાયુના આ પગલાથી તેમની રાજકીય દિશા સ્પષ્ટ થઈ છે. TMC માંથી સસ્પેન્શન બાદ જે સવાલો ઊભા થયા હતા, ઓવૈસીની પાર્ટી સાથેના સંભવિત ગઠબંધને તેમને રાજ્યની રાજનીતિમાં ફરીથી કેન્દ્રમાં લાવી દીધા છે. હુમાયુએ દાવો કર્યો કે બંગાળમાં મુસ્લિમો અને દલિતોના રાજકીય અવાજને મુખ્યપ્રવાહની પાર્ટીઓએ નજરઅંદાજ કર્યો છે. તેમણે કહ્યું કે, હવે એક નવું મંચ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં તેમની ભાગીદારી અને હિતોને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલ, બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી સંરચનાના શિલાન્યાસ અને દાન અભિયાનથી આ મામલે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે તણાવ વધ્યો છે.

    Post Views: 124
    બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત : નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડીશું
    Previous Articleભાજપ-વિપક્ષના સાંસદોએ એક મંચ ઉપર કર્યો ડાન્સ
    Next Article माईनोरीटी अफेर्स मंत्री श्री किरण रिजिज जी समक्ष आभार सह विनती करते है कि गुजरात वकफ ट्रीव्यूनल ने उमीद पोर्टल पर वकफ संपत्तियो के रजीस्ट्रेशन के लिए ६ माह का वक्त बढ़ाया है उसी तरह समग्र भारत के अन्य राज्यो में भी ६ माह की समय सीमा बढाई जाए

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.