Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 11
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી, ૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર

    ૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી, ૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર

    City Today DailyBy City Today DailyDecember 12, 2025

    નવી દિલ્હી, તા.૧૨
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે (૧૨ ડિસેમ્બર, ૨૦૨૫) ત્રણ મોટા ર્નિણયો લીધા. જે અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૭ની વસતી ગણતરી અંગે ર્નિણય લેવામાં આવ્યો હતો. જેના માટે રૂ.૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર કરાયું. બીજાે ર્નિણય કોલસા અથવા ઉર્જા ક્ષેત્રમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. ત્રીજાે ખેડૂતોને લગતો ર્નિણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ૨૦૨૭ની વસતી ગણતરી પ્રથમ ડિજિટલ વસતી ગણતરી હશે. વસતી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ. બીજાે તબક્કો ફેબ્રુઆરી ૨૦૨૭માં વસતી ગણતરી હશે. ૩૦ લાખ કર્મચારીઓને કામે લગાડાશે. પ્રથમ વખત ડિજિટલ વસતી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. આ એપ્લિકેશન હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

    કેન્દ્રીય મંત્રીમંડળે ઉર્જા ક્ષેત્રમાં પણ એક મોટો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું, કોલ સેતુ એટલે કે ભારત કોલસાના ઉત્પાદનમાં આર્ત્મનિભર બનવા જઈ રહ્યું છે, જેનાથી આયાત પરની ર્નિભરતા દૂર થશે. આનાથી ૬૦ હજાર કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. ૨૦૨૪-૨૫માં ૧ અબજ ટન કોલસાનું ઉત્પાદન થશે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવાનો ર્નિણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

    સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર દેશમાં પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને વ્યવસ્થાપન કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઈન ભરી શકશે, જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે. વસ્તી ગણતરીની નિર્ધારિત પદ્ધતિ મુજબ, દરેક વ્યક્તિની માહિતી તે સ્થળે નોંધવામાં આવશે જ્યાં તે ગણતરીના સમયગાળા દરમિયાન હાજર હશે. આ સિસ્ટમ ૨૦૨૭માં પણ જાળવી રખાશે. આ ઉપરાંત, વ્યક્તિનું જન્મસ્થળ, છેલ્લું નિવાસસ્થાન, વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો અને સ્થળાંતરનું કારણ જેવી પ્રવાસન સંબંધિત માહિતી પણ ડિજિટલ રીતે નોંધવામાં આવશે.

    મંત્રી રાયે એ પણ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં પ્રશ્નાવલીને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રાજપત્રમાં સૂચિત કરવામાં આવશે. આ પ્રક્રિયા પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને તમામ રાજ્યો તેમજ એજન્સીઓને સમયસર તૈયારી કરવાની તક આપવા માટે અનિવાર્ય છે. સરકારનું માનવું છે કે ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે, ભૂલોની શક્યતા ઘટશે અને અંતિમ રિપોર્ટ અગાઉની તુલનામાં વધુ ભરોસાપાત્ર તથા સમયસર ઉપલબ્ધ થઈ શકશે.

    નિષ્ણાતોના મતે, ડિજિટલ માધ્યમથી થયેલી આ વસ્તી ગણતરી ભવિષ્યના નીતિ નિર્માણ, શહેરી આયોજન, સ્થળાંતરના વલણો અને સામાજિક-આર્થિક સર્વેક્ષણોને વધુ સારી રીતે સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતની છેલ્લી વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૧ માં થઈ હતી અને ૨૦૨૧ની વસ્તી ગણતરી કોવિડ-૧૯ મહામારીને કારણે મુલતવી રાખવામાં આવી હતી. આ સંજાેગોમાં ૨૦૨૭ની ડિજિટલ વસ્તી ગણતરીને દેશના વસ્તી વિષયક ચિત્રને નવા સ્વરૂપમાં સમજવાની દિશામાં એક મોટી છલાંગ માનવામાં આવી રહી છે.

    Post Views: 168
    ૧૧ ૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી ૭૧૮ કરોડનું બજેટ મંજૂર
    Previous Articleતમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે : મોદી
    Next Article ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.