Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, July 27
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ

    ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ

    City Today DailyBy City Today DailyDecember 13, 2025

    નવી દિલ્હી, તા.૧૩
    સુપ્રીમ કોર્ટે ભૂકંપની સમસ્યા સંબંધિત એક અરજી ફગાવી દેતા વેધક સવાલ કર્યાે હતો કે “તો શું આપણે લોકોનું ચંદ્રપર સ્થળાંતર કરી દેવું જાેઇએ?”
    અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ૭૫ ટકા વસ્તી ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવે છે તેથી ભૂકંપથી નુકસાન ઓછું કરવા માટે સર્વાેચ્ચ અદાલતે દેશની સરકારને ચોક્કસ દિર્શાનિદેશ આપવો જાેઇએ. અરજદાર, જે પોતે જ હાજર થયા હતા, તેમણે ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને સંદીપ મહેતા ની બેન્ચને જણાવ્યું કે પહેલાં ફક્ત દિલ્હીને જ ઉચ્ચ ભૂકંપ ઝોનમાં આવતું હોવાનું મનાતુ હતું, પરંતુ તાજેતરના સંશોધનો ઉપરથી એવો નિષ્કર્ષ આવ્યો છે કે ભારતની ૭૫ ટકા વસ્તી તેમાં આવે છે.
    બેન્ચે પૂછ્યું, “તો આપણે બધાને ચંદ્રપર સ્થળાંતર કરી દઈએ કે ક્યાં?” અરજદારએ કહ્યું કે તાજેતરમાં જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો હતો. બેન્ચે જવાબમાં કહ્યું, “સૌપ્રથમ તો આ દેશમાં જ્વાળામુખી લાવવો પડશે, ત્યાર બાદ જ આપણે તેને જાપાન સાથે સરખાવી શકીએ.” અરજદારએ કહ્યું કે ભૂકંપ આવે ત્યારે નુકસાન ઓછું થાય તે માટે સરકારે વ્યવસ્થા કરવી જાેઈએ.
    બેન્ચે કહ્યું, “તે સરકારનું કામ છે; આ કોર્ટ તે કરી શકતી નથી” એમ કહીને બેંચે અરજી ફગાવી દીધી હતી. અગાઉ અરજદારએ દલીલ કરી હતી કે તાજેતરમાં તેમની અરજી સાથે સંબંધિત ઘણી માહિતી આવી છે. બેન્ચે કહ્યું કે આ બધી સરકારની નીતિ-વિષયક બાબતો છે વિષયો છે અને સરકારે તે બાબતે કાળજી લેવાની રહે છે.

    Post Views: 186
    ભૂકંપના ડરથી શું આપણે ચંદ્ર પર જતા રહેવાનું? : સુપ્રીમ કોર્ટ
    Previous Article૨૦૨૭થી દેશભરમાં વસતી ગણતરી, ૧૧,૭૧૮ કરોડનું બજેટ મંજૂર
    Next Article SIRમાં ગડબડ! ૮૫ લાખ મતદારોના પિતાનું નામ ખોટા

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    राहुल गांधीजी की नफरत छोडो भारत जोडो यात्रा एवं अभिजित दिपके के जंतर मंतर जेन झी आंदोलन ने 12 साल से देशभर में चल रही नफरत की राजनिती को ध्वस्त किया

    સંજય ઈઝાવા સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

    મુખ્યમંત્રીશ્રીને નાગરિકોના બંધારણીય મૌલિક અધિકારોના રક્ષણ સાથે એન્ટી રેડીકલાઈઝેશન સેલ અંતર્ગત (SOP) ના નિષ્પક્ષ અમલીકરણ બાબતે રજૂઆત

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.