Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

    ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

    City Today DailyBy City Today DailyDecember 18, 2025

    નવી દિલ્હી, તા.૧૮
    ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે પરિણામે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. ખખડધજ હાઇવે હોવા છતાંય વાહનચાલકો પાસેથી ટોલટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં ટોલટેક્સ પેટે વાહનચાલકો પાસેથી કુલ મળીને રૂ. ૮૭૦૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલાઇ છે.
    આ વખતે ભારે વરસાદને કારણે શહેર, જીલ્લા ઉપરાંત હાઈવે પણ ધોવાયા હતા. રસ્તાની દુર્દશાને કારણે સરકાર પર ચારેકોરથી માછલાં ધોવાયા હતા, પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા પડ્યાં હતાં. એટલુ જ નહી, પ્રભારી મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ વિશે જાણકારી મેળવી રિપોર્ટ કરવા સૂચના આપી હતી.
    આ તરફ, વરસાદી પાણીથી નેશનલ હાઇવે પણ બાકાત રહી શક્યા ન હતા. અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઇવે ખખડધજ બન્યો હતો તેમ છતાંય વાહનચાલકો નાછૂટકે ટોલટેક્સ ચૂકવવો પડ્યો હતો. હાઇવેના બિસ્માર હાલતને પગલે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ હતી. આખરે ખુદ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતાં અને બેઠક યોજીને અધિકારીઓને હાઈવેના સમારકામને લઈને સૂચના આપવી પડી હતી. ગુજરાતમાં હાલ નેશનલ હાઇવે પર કુલ ૬૨ ટોલ છે જ્યાં જીપ-કારથી માંડીને ભારે વાહનો પાસેથી રૂ. ૭૦થી માંડીને રૂ.૫૦૦ સુધી ટોલ ટેક્સ લેવાય છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં વાહનચાલકો પાસેથી રૂ. ૧૧૯૬ કરોડ ટોલટેક્સ વસૂલાયો હતો જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં ટોલટેક્સની બમણી વસૂલાત થઈ હતી. આ સમયગાળા દરમિયાન રૂ. ૨૧૧૩ કરોડ ટોલ ટેક્સનું ઉઘરાણું કરાયુ હતું. આ ઉપરાંત જે વાહનચાલકો પાસે ફાસ્ટટેગ ન હતો. તેમની પાસેથી રૂ. ૭૮.૫૮ કરોડ ખંખેરી લેવાયાં હતાં.
    ટૂંકમાં, ઉખડખાબડ હાઇવે હોવા છતાંય વાહનચાલકોના પૈસે સરકારી તિજાેરી છલકાઈ હતી. નોંધ લેવા જેવી વાત એ છે કે, હાઈવેના નિર્માણ પાછળ જેટલો ખર્ચ થયો છે જેના કરતાં ટોલટેક્સ ઉઘરાવી બમણી વસૂલાત કરાઈ છે. આધુનિકતાની વાતો કરાય છે પણ આજે પણ ગુજરાતમાં ફાસ્ટટેગ હોવા છતાંય ટોલનાકા પર વાહનોની લાંબી કતારો લાગે છે.

    Post Views: 315
    ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી
    Previous Articleગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ
    Next Article કાદરશાની નાળમાં ‘ગટરીયા પૂર’ જેવી સ્થિતિ

    Related Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    August 25, 2026

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    August 24, 2026

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    August 19, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.