Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Sunday, September 13
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કાદરશાની નાળમાં ‘ગટરીયા પૂર’ જેવી સ્થિતિ

    કાદરશાની નાળમાં ‘ગટરીયા પૂર’ જેવી સ્થિતિ

    City Today DailyBy City Today DailyDecember 18, 2025

    સુરત, તા.૧૮
    સુરત શહેરના હાર્દ સમાન સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી નરકાગાર જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. અહીં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ‘ગટરીયા પૂર‘ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર આ પાણીના નિકાલમાં સદંતર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગટરની લાઈનોમાં અવરોધ ઊભો થયો હોવાનું મનાય છે. આ ક્ષતિના કારણે ગટરના ગંદા પાણીનો નિકાલ અટકી ગયો છે અને તે ઉભરાઈને આસપાસની ગલીઓ તેમજ રહેણાંક મકાનોમાં ઘુસી ગયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે અવરજવર પણ બંધ જેવી થઈ ગઈ છે.
    ઘરોમાં ગંદકી, અનેક મકાનોના ગ્રાઉન્ડ ફ્લોર પર ગટરના દુર્ગંધ મારતા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન થયું છે. સ્થગિત ગંદા પાણીને કારણે આ વિસ્તારમાં ભયાનક દુર્ગંધ ફેલાઈ છે.
    સાથે જ મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધતા બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર પાણી ઉતારવાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી.

    Post Views: 195
    કાદરશાની નાળમાં ‘ગટરીયા પૂર’ જેવી સ્થિતિ
    Previous Articleગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં ૮૭૦૨ કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી
    Next Article ભાજપ વોર્ડ પ્રમુખના માથામાં દૂધના કેનનું ઢાંકણ માર્યું

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.