Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, May 12
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ગુલાલ ઉડાડતાં ભયંકર આગ

    ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ગુલાલ ઉડાડતાં ભયંકર આગ

    City Today DailyBy City Today DailyDecember 22, 2025

    પુણે, તા.૨૨
    મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ જેજુરીમાં નગર પરિષદ ચૂંટણીની જીતની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પ્રખ્યાત ખંડોબા મંદિર પરિસરમાં કાઢવામાં આવેલા વિજય સરઘસ દરમિયાન ભંડારા (પીળો ગુલાલ) ઉડાડતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે નવનિયુક્ત મહિલા કાઉન્સિલરો સહિત કુલ ૧૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. નગર પરિષદ ચૂંટણીના પરિણામો બાદ જેજુરીમાં ભવ્ય જીતનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો હતો. પરંપરા મુજબ, ખંડોબા મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ઉડાડવામાં આવતા પીળા ગુલાલ, જેને ભંડારા કહેવાય છે, તે વિજય સરઘસમાં ઉડાડવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ અચાનક આગની જ્વાળાઓ ઉઠી અને ખુશીનો માહોલ ભય અને અફરાતફરીમાં ફેરવાઈ ગયો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભીડ વચ્ચે કોઈ જ્વલનશીલ પદાર્થ અથવા ફટાકડાના સંપર્કમાં આવવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી.
    કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે ગુલાલમાં કોઈ કેમિકલયુક્ત પાવડરની ભેળસેળ કરવામાં આવી હતી, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ.આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ૧૬ લોકોમાં એનસીપીના બે નવનિયુક્ત કાઉન્સિલર મોનિકા રાહુલ ઘાડગે અને કુમારી સ્વરૂપા ખોમણે પણ સામેલ છે. આ સિવાય, કાઉન્સિલર મોનિકા ઘાડગેના પતિ રાહુલ ઘાડગે પણ આ ઘટનામાં ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને પુણેની સસૂન હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.
    આ ઘટના પર સાંસદ સુપ્રિયા સુલેએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રશાસન પાસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુલેએ પણ આશંકા વ્યક્ત કરી છે કે ભેળસેળયુક્ત ભંડારા જ આ આગનું કારણ હોઈ શકે છે. જેજુરી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

    Post Views: 229
    ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ગુલાલ ઉડાડતાં ભયંકર આગ
    Previous Articleમાનવતાની હત્યા! ૨૪ મૂકબધીર યુવતીઓ સાથે કર્યું જાતીય શોષણ
    Next Article મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે એક જ પરિવારના ૬ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, ૬ એ ૬ હાર્યા!

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    અમદાવાદના નરોડા ખાતે બનેલ ઘટના સંદર્ભે ગૌરક્ષકોના નામે ગુંડાગીર્દી કરતા અસામાજિક તત્વો સામે ૩૦૭ની કલમનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત

    આગામી ઈદુલ અઝાના તહેવાર અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સિવાયના ઘેટા-બકરા-ભેંસ-પાડા સહિત નિયમોનુસાર કાયદા મુજબ થતી પશુઓની હેરફેર કરનાર લોકોની કનડગત ના થાય માટે પરિપત્ર દ્વારા હૂકમ કરવા માંગ

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.